________________
પ્રથમ બિન-ધાગા
[ શરૂ ]
ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભજન, શયન, ઉપવેશન, ગમન, આગમન, વચન વિગેરે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ પ્રમુખથી વિચારીને વિધિપૂર્વક (રીતિ મુજબ) સેવન કરે તે સંપૂર્ણ ફળદાયક થાય છે, અને જે વિધિ ઉલ્લંઘન કરીને સેવન કરે તે કેટલીક વખત અ૬૫ લાભકારી થાય છે.
અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દષ્ટાંત. સંભળાય છે કે, વ્યાથી કઈ બે પુરૂષ દેશાંતરે જઈ કઈક સિદ્ધપુરૂષની સેવા કરતા હતા. ઘણી સેવાથી તેના ઉપર તુષ્ટમાન થઈને સિદ્ધપુરૂષે તેઓને દેવાધિષિત મહિમાવંત તુંબ ફળના બીજ આપી તેની આનાય બતાવી કે, સે વાર ખેડેલા ખેતરમાં મંડપની છાયા કરી અમુક નક્ષત્ર, વાર, યેગે એને વાવવાં. જ્યારે તેને વેલે ઉત્પન્ન થાય ત્યારે પ્રથમથી ફળનાં બીજ લઈ સંગ્રહ કરી રાખો અને પછી પત્ર, પુષ્પ, ફળ, ડાંખળી સહિત તે વેલાને ખેતરમાં જ એમને એમ રાખી નીચે એ કાંઈક સંસ્કાર કરવો કે જેથી એના ઉપર પડેલી રાખ વ્યર્થ ન જાય. પછી તે સુકેલા વેલાને બાળી નાંખો. તેની જે રાખ થાય તે સિદ્ધ ભસ્મ ગણાય છે. ચેસઠ તેલા તામ્ર ગાળી તેમાં એક રતી સિદ્ધભમ નાંખવી કે જેથી તે તત્કાળ સુવર્ણ બની જશે. એમ બંને જણને સરખી રીતે શિખવી રજા આપી. તે બંને જણ પોતપોતાને ઘેર ગયા. તે બેમાંથી એક જણે યથાવિધિ કરવાથી તેને તેના કહ્યા પ્રમાણે સુવર્ણ થયું અને બીજાએ તેની વિધિમાં કાંઈક ચૂક કરી તેથી તેને સુવર્ણને બદલે ચાંદી થઈ, પણ સુવર્ણ ન થયું, માટે યથાવિધિ થાય તેજ સંપૂર્ણ ફળદાયક નીવડે છે.
હરકેઈ પણ ધમનુષ્ઠાન પોતાની શકિત પ્રમાણે યથાવિધિ કરીને છેવટે અજાણતાં બનેલી અવિધિ આશાતનાનો દોષ દૂર કરવા માટે “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં” એમ બેલવું કે જેથી તેને વધારે દોષ લાગતો નથી.
ત્રણ પ્રકારની પૂજાનું ફળ. પહેલી અંગપૂજા વિના શામની (વિન કરનારી), બીજી અગ્રપૂજા અસ્પૃદય પ્રસાધની (મોટે લાભ આપનારી છે અને ત્રીજી ભાવપૂજા નિતિકારિણી (મોક્ષપદ આપનારી); એમ ત્રણેને અનુક્રમે નામથી ગુણ યથાર્થ જાણવા.
અહિં આગળ કહી ગયા છીએ કે, અંગપૂજા, અગ્રપૂજા, દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, સંઘયાત્રા પ્રમુખનું કરવું એ બધાં દ્રવ્યસ્તવ છે. એ વિષે શાસ્ત્રમાં લખેલ છે કે
સુત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org