________________
[ ૧૩૪ ]
श्राद्धविधिप्रकरण ।
જિનવર( સિંહાસન) હમણ પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તે હાથીદાંતનાં કે આરસનાં ઘણું જ શોભાયમાન લાગે એવી કોણ ચિત્રામણવાળાં કરાવવાં. તેમ ન બને તે પણ પીતળની જાળી પટવાળી, હીંગળક પ્રમુખ વિચિત્ર રંગચિત્રામણથી અત્યંત શોભાયમાન, અત્યુત્તમ કાનાં પણ કરાવવાં. તેમજ દેરાસર તથા ઘરદેરાસરે વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુને ધળાવ, રંગરોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેના વિચિત્ર ચિત્રામણ કરાવવાં, પૂજાનાં ઉપકરણે ઘણું ઘણું જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુંઠીયાં પ્રમુખ એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શોભાની અધિકતા થાય. ઘરદેરાસર ઉપર પિતાનાં પહેરવાનાં ધોતીયાં કે વાપરવાનાં વસ્ત્ર પ્રમુખ મૂકવાં નહીં. મોટા દેરાસરની પેઠે ઘર દેરાસરની પણ ચોરાશી આશાતના ટાળવી જોઈએ, પીતળ, પાષાણની પ્રતિમાઓના અભિષેક કીધા પછી એક બંગલુંછણેથી યુવા પછી (નિર્જળ કીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગલુંછણાથી સર્વ પ્રતિમાને લુછવા એમ કરતાં સર્વ પ્રતિમાઓ ઉજ્વળ રહે. જે જગ્યાએ જરામાત્ર પણ પાણી રહી જાય તે પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન થોડું એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજવળતા થાય છે.
વળી એમ ધારવું જ નહીં કે ચોવીશવટે અને પંચતીથી પ્રતિમાનાં નાત્ર કરતાં સ્નાત્રજળને અરસપરસ સ્પર્શ થવાથી કઈ દોષ લાગે છે, કેમકે, જે એમ દેષ લાગતે હોય તે ચોવીશવટામાં કે પંચતીથમાં ઉપર નીચેની પ્રતિમાઓનાં અભિષેક કરતાં એક બીજાના જળને જરૂર પ થાય જ છે. રાયપણ સૂત્રમાં કહ્યું છે કે –
राइप्पसेणाइज्जे, सोहम्मे सुरियाभदेवस्स; जीवाभिगमे विजयापूरीइ विजयाइ देवाणं. १ भिंगार लोमहथ्थय, लूहया धूव दहण माइअं; पडिमाणं सकहाणय पूआए इक्कयं भणियं. २ निव्वुअ जिणंद सकहा, सग्ग समुग्गेसु तिसुविलोएसु; अनोनं संलग्गा, नवणं जलाइंटि संपुठ्ठा. ३ पुव्वधर कालविहिआ, पडिमाई संति केसुविपुरेसु; वत्तरूखी खेतख्खा, महख्खया गंथ दिठ्ठाय. ४ मालधराइआणवि, धुवण जलाइ फुसेइ जिण बिबे; पुथ्थय पत्ताइणवि, उवरुवरि फरिसणाइअ. ५ ता नज्जइ नो दोसो, करणेचव्विस वठ्ठयाइणं; आयरणाजुत्तीओ, गंथेसु अदिस्समाणत्ता. ६
રાયપાસેણીસૂત્રમાં સૂર્યદેવને અધિકાર છે, અને જીવાભિગમસૂત્ર તથા જંબુદ્વીપપન્નતિ સૂત્રમાં વિજયાપુરી રાજધાની પિળીયાદેવને અને વિજયાદિક દેવતાનો અધિકાર છે. (ત્યાં) નાના કળશ, મારપીંછી, બંગલુછણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વ જિનની દાઢાઓની પૂજા કરવા માટે એકેકાજ કહ્યા છે. મેક્ષ પામ્યા જે જિનવર, તેઓની દાઢા ઇંદ્ર લઈને દેવલોકમાં રહેલા સીકામાં ડાભડાઓ અને વળી ત્રણ લેકમાં જ્યાં જ્યાં જિનની દાઢાઓ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org