________________
,
,
,
,
,
,
[૩૨]
श्रादविधिप्रकरण।
મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી.
દ્વાર બિંબ અને સમવસરણ બિંબ પૂજા, દ્વાર બિંબ અને સમવસરણ બિંબ દરવાજા ઉપરની અને મુખ પ્રતિમા)ની પૂજા મૂળનાયકની અને બીજા બિંબેની પૂજા કીધા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી, કદાપિ ગભારામાં પ્રવેશ કરતાં જ દ્વારા બિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે હોય તેમ તેમ તેમની પૂજા કરતે જાય તો મોટા દેરાસરમાં ઘણે પરિવાર હોય તેથી ઘણું બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિક સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તે પૂજનની દ્રવ્ય સામગ્રી રહી (બચી) હોય તો થાય અને થઈ રહી હોય તે રહી પણ જાય. તેમ જે શત્રુંજય, ગિરનાર પ્રમુખ તીર્થ એમ કરવામાં આવે એટલે જે જે દેરાસર આવે ત્યાં ત્યાં પૂજા કરતા આગળ જાય તો છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઈ જાય, ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય અને એ યુક્ત નથી માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતા જેવું યોગ્ય છે જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી એમ માનીએ તે ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરૂને વંદતાં કરતા પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાઓને પ્રણામ કરી મૂલનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન ગ્ય છે કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીતિ પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની વક્તવ્યતાને વિષે પણ દ્વારબિંબની અને સમવસરણ બિંબની પૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે –
(ત્યારપછી) સુધર્મા સભામાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાઓને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મારપીંછીથી પ્રમાર્જન કરે. ત્યારપછી સુગંધ જળથી એકવીશ વાર પખાળીને ગશીર્ષ ચંદનનો લેપ કરી ફૂલથી પૂજા કરે, એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારા પ્રતિમાની પૂજા કરે એમ જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેલું છે માટે દ્વારપ્રતિમાની પૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી-કહેલું છે કે
પૂજા કરતાં વિશેષ પૂજા તે મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળનાયક પર સર્વ લેકની દ્રષ્ટિ અને મનની એકતા થાય છે.
મૂળનાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે શંકાકારને પ્રશ્ન. શંકાકાર પ્રશ્ન કરતાં પુછે છે કે, જે મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તે, બધા તીર્થકર તે સરખા જ છે, ત્યારે પ્રતિમામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org