________________
[ ૨૨૦ ]
વળી દેરાસરમાં પૂજા વખતે વિચિત્ર (નાના પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ ( ફુલની સાથે ગુંથેલાં), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર પ્રમુખ બનાવેલાં), પુરિમ (પરોવેલાં), સંઘાતિમ( ઢગલાં કરવા)રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલા નહીં એવા, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં સેવતરા (સેવતી), કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા પ્રમુખનાં ફૂલથી માળા, મુકુટ, શેખરા, પુષ્પ પગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજોરાં, નારીયળ, સોપારી, નાગરવેલનાં પાન સોનામહોર, રૂપામહેર, વીંટી, મોદક પ્રમુખ મૂકવાં, ધૂપ ઉછે, સુગંધવાસ પ્રક્ષેપ કરે, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે –
“સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે. ત્યાં આ વિધિ છે. વચ્ચે કરીને નાસિકાને બાંધી જેમ ચિર સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પિતાના અંગને ખરજ પણ ખણવી નહીં.” બીજા ઠેકાણે પણ કહેવું છે કે –
' “જગદગુરુની પૂજા કરતાં કે સ્તુતિ સ્તોત્ર ભણતાં, પોતાના શરીરે ખરજ ખણવી છે. મુખથી થુંક, બળ નાખવાં પ્રમુખ આશાતનાનાં કારણ વજે.” '
તે દેવ-પૂજાની વખતે મુખ્ય વૃત્તિયે તે મૌન જ રહેવું, જે તેમ બની શકે નહીં તે પણ પાપહેતુક વચન તે સર્વથા ત્યજવું કેમકે, નિસહી કહી ત્યાંથી ઘરનાં વ્યાપાર પણ ત્યાગ કરેલા છે, તેથી દેષ લાગે, માટે પાપ-હેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથનો લહેકે કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી. કેમકે, તેથી અનુચિતતાને પ્રસંગ આવવાનો સંભવ રહે છે. દેવ-પૂજા વખતે સંજ્ઞા કરવાથી પણ પાપ લાગે છે તે ઉપર જીણહાકનું દૃષ્ટાંત
ધોળકાને વાસી છણહાક નામને શ્રાવક દરિદ્રપણથી ઘીનાં કુડલાં અને પાસાદિને ભાર વહીને ગુજરાન ચલાવતા હતા. તે ભક્તામરસ્તોત્ર ભણવાનો પાઠ એકાંત ચિત્તે કરતે હતો. તેની લયલીનતા દેખીને ચઢેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનાર રત્ન આપ્યું, તેથી તે સુખી થયે. તેને એક દિવસે પાટણ જતાં માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચાર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણને તે પાટણ આવ્યું. ત્યારે ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્ય સરખી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈને બહુમાન આપી દેહની રક્ષા નિમિત્તે તેને એક બળ આપ્યું. તે દેખી અદેખાઈથી શત્રુશલ્ય નામને સેનાપતિ બે કે, મહારાજ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org