________________
| [ ૨૨૪ ]
श्राद्धविधिप्रकरण ।
વહૂકી મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી, પડ જામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે. બબ્બીસા, સુઘોષા, નંદિઘોષા, તારના ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કૂટતાં વાગે છે. આમ, ઝંઝા, નકુલ, એ વાજિત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હક્કા, ચિચિકી એ મુર્છાના કરતાં વાગે છે. કરટી, ડિંડિમ, કિત, કોંબ વગાડતાં વાગે છે. દર્દ, દર્દરી, કુતુંબર, કલશિકા એ ઘણું તાડન કરતા વાગે છે. તળ તાળ, કાંસા તાળ એ વગાડતાં વાગે છે. રીગિસિકા, લત્તિકા, કરિકા, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફેંકતાં વાગે છે. આ સર્વ વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીએ એકી સાથે વગાડે છે અને ગાય છે.
બત્રીસબદ્ધ નાટકનાં નામ. અષ્ટ મંગળિક પ્રવિભકિતચિત્ર (સ્વસ્તિકને આકારે નાચવું, એમજ શ્રી વછ, નંદાવ, સરાવસંપુટ, ભદ્રાસન, કળસ, મત્સ અને દર્પણ, એઓના આકારે નાટક કરવું એને અષ્ટ મંગળિક પ્રવિભકિતચિત્ર નામા નાટક કહે છે.) ૨ વાસંતી લતા પઘલતા પ્રવિભકિતચિત્ર(આવવું, જવું, પાછું જવું, હારબંધ થવું, સામસામા હારબંધ થવું, સ્વસ્તિકને આકારે બની જવું, પુષ્પમાન, સરાવ, સંપુટ, મત્સનું ઇંડું, મઘર મત્સનું ઈંડું, જારમાર, પુષ્પદ્મણિ, કમળપત્ર, સાગરતરંગ). ૩ ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, અષ્ટાપદ, કુંજર, વનલતા, પઘલતા, પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૪ એક તરફ વર્ક, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળ, દ્વિધા ચકવાળ, ચક્રાદ્ધ ચકવાળ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૫ ચંદ્રાકાર, સૂર્યકાર, વલયાકાર, તારાકાર, હંસાકાર, મુક્તાકાર, હારાકાર, કનકાવળી, રત્નાવળી, અભિનયાત્મક આવલી પ્રવિભકિતચિત્ર નામનું નાટક ૬ ચંદ્ર ઊગવાના આકારને દેખાવ, સૂર્ય ઊગવાના આકારનો દેખાવ તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૭ ચંદ્રના અને સૂર્યના આગમનની રચના તે ગમનાગમન પ્રવિભકિત નામનું નાટક ૮ ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૯ ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૧૦ ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહારગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૧૧ વૃષભ સિંહનાં લલિત, ગજ અશ્વનાં વિલસિત, મન્મત્ત હાથી ઘોડાનાં વિલસિત, મન્મત્ત હાથી ઘોડાના વિલંબિત, રૂપ દ્રત વિલંબિત પ્રવિભકિતચિત્ર. ૧૨ સાગર નગર પ્રવિભકિત ચિત્ર. ૧૩ નંદા ચંપા પ્રવિભકિતચિત્ર. ૧૪ મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભક્તિચિત્ર ૧૫ ક ખ ગ ઘ . પ્રવિભકિતચિત્ર. ૧૬ ચ છ જ ઝ બ પ્રવિભકિતચિત્ર. ૧૭ ટ ઠ ડ ઢ ણ પ્રવિભકિતચિત્ર ૧૮ ત થ દ ધ ન પ્રવિભકિતચિત્ર. ૧૯ પ ફ બ ભ મ પ્રવિભકિતચિન્ન ૨૦ અશોક આમ્ર, જંબુ, કેશબ, પલવ પ્રવિભકિતચિત્ર૨૧ પઘલતા, નાગલતા,
Jain Education International
For Private & Personal. Use Only
www.jainelibrary.org