SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 278 Dr. Charlotte Krause : Her Life & Literature આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીની કવિતા ટૂંકી જ, પરંતુ ઘણી સરસ અને અસર-કારક છે. વાંચતા એમ લાગે છે કે આ મહાન ગચ્છપતિ પોતાના શ્રાવકોની આદતો સારી રીતે ઓળખી ગયા અને સહજ હાસ્યરસના ઉપયોગ પૂર્વક તેઓની કમજોરીઓની આલોચના કરતાં પોતાના ઉદાર હદયમાં ભાવદયા ચિંતવતા અને બધાઓનેય – પેલા ક્ષેત્રપાલના વાહનની ઉપમાથી અંકિત વિકથાની શોખીન વ્યક્તિને તથા ગુરુમહારાજનો ધર્મલાભ નહીં પ્રાપ્ત થયાના કારણથી રીસાયે લા મહાનુભાવને નહીં છોડી – હિતબુદ્ધિ અને મૈત્રીની અમીદષ્ટિથી જોતા હતા. શ્રીહેમવિમલસૂરિનો પ્રભાવ એમના સમકાલીન જૈન સમુદાયમાં ધણો મોટો હતો એમ સત્સંબંધી સાહિત્યમાંથી જ્ઞાત થાય છે. દાખલા તરીકે “લઘુ પોશાલિક પટ્ટાવલી” અનુસાર ૫૦૦ સ્ત્રી-પુરુષોએ એમના હાથથી ચારિત્ર લીધું હતું, અને શ્રીદેવવિમલ ગણિની “મહાવીર-પટ્ટપરંપરા પ્રમાણે ૧૮૦૦ મુનિવરો એમની આજ્ઞામાં રહેતા હતા કે જેમાં શ્રીઆનંદવિમલસૂરિ, શ્રીહર્ષકુલ ગણિ, શ્રીચારિત્રરત, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ જેવાં શાસનપ્રભાવકો હતા. શ્રાવકવર્ગમાં એમની અસર કેવી અસાધારણ હતી તેનું અનુમાન એમના પ્રતિષ્ઠાલેખોની સંખ્યાથી અને એમના સન્માનમાં ઉજવાયેલા પ્રવેશોત્સવો સંબંધીના વિવિધ ઉલ્લેખો ઉપરથી કરી શકાય તેમ છે. “લધુ પોશાલિક પટ્ટાવલી' અનુસાર સં. ૧૫૭૨માં કપડવંજના શ્રીસંઘે ઇડરથી ખંભાત વિહાર કરતા ગુરુમહારાજનું સામયું ભક્તિના ઉમંગમાં એટલી બધી ધામધૂમથી કર્યું કે તેનો અદૃષ્ટપૂર્વ ઠાઠમાઠ એક બાદશાહને યોગ્ય કહેવાયો અને ખરેખર બાદશાહ મુજફ્ફર શાહે તેના સમાચાર સાંભળતાં, ઈર્ષાથી પ્રજ્વલિત થઈને, સૂરિજીને ગિરફ્તાર કર્યા અને શ્રીસંઘથી ૧૨૦૦૦ ટંક જીર્ણ નાણું વસુલ કર્યા પછી જ તેઓશ્રીને છોડ્યા હતા. આટલી બધી ભક્તિના પાત્રભૂત પૂજ્ય આચાર્યનો આવો અતિશયયુક્ત પ્રભાવ જોતાં તેઓશ્રીના હાથની એક અપ્રસિદ્ધ કવિતા પ્રકાશમાં લાવતાં આ લેખિકાને અપૂર્વ આનંદ થાય છે. આવા પ્રસિદ્ધ આચાર્યની આવી સુંદર કૃતિ આજ સુધી વિસ્તૃત રહી તે ખરેખર આશ્ચર્યની વાત છે. સન્દર્ભ ૧. (૧) વીરવંશાવલી, કે જેમાંનાં ઉદ્ધરણો માત્ર હસ્તગત છે : જૈન ગુર્જર કવિઓ ૨, પૃ. ૭૨૩, નોટ, જૈન સ્તોત્ર સંદોહ ૨, પ્રસ્તાવના, પૃ. ૧૦૮ નોટ. (૨) લધુ પોશાલિક પટ્ટાવલી, કે જે આવી જ રીતે હસ્તગત છે : જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001785
Book TitleCharlotte Krause her Life and Literature
Original Sutra AuthorN/A
AuthorShreeprakash Pandey
PublisherParshwanath Vidyapith
Publication Year1999
Total Pages674
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Biography, & Articles
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy