________________
પરસ્પર ભિન્ન ગ૭ સંઘાડાના સાધુઓને અને સાધ્વીએને પઠન-પાઠન રેગે પ્રચારમાં અને ચારિત્ર્ય માર્ગ માંથી પડતાં સાહા આપવી. કેઈપણ સાધુની માંદગી વખતે પરિપૂર્ણ આત્મભેગ આપીને તેના શ્રેયમાં ભાગ લેવો, કે ઈપણ સાધુને પડતાં સાડાચ્ય આપીને તેને સુધારવા બને તેટલા ઉપાયે લેવા, ગૃહસ્થ શ્રાવકો અને શ્રાવિકાઓ જેટલી કેળવણી ભાષાદિની પામે છે તેને સાધુની વ્યવહાર દશામાં કેળવણી સંબંધી અનુભવ મળે એવી વ્યવસ્થા કરવી અને કરાવવી સવ ધર્મના ઈતિહાસનું સાધુ પાઠશાલામાં અને સાવી પાઠશાલામાં જ્ઞાન આપવું. સાધુઓની પાઠશાલામાં સાધુને અને સાધ્વીઓની પાઠશાલામાં પ્રવર્તિની સાદવીની ભણાવવા માટે નિમણુક કરવી. કેળવાયેલા ગુડ મનુષ્યને કેવી પદ્ધતિથી ઉપદેશ દેવે તેનું જમાનાને અનુસરી જ્ઞાન પ્રાપ્ત કરવું. કેળવાયેલા ગૃહસ્થને તેઓની શંકાઓના પરિહાર પૂર્વક ધર્મસેવા માર્ગોમાં સ્વાધિકારે પ્રવૃતિ થાય એવી ઓપદેશિક ધર્મ પદ્ધતિ વ્યવસ્થા જ્ઞાનનું શિક્ષણ આપવું. વિહાર અને ઉપદેશાદિ ધાર્મિક કતવ્યમાં સાધુઓની સગવડતા પુર્વક નિરર્થક સમય ન જાય એવી રીતે સાધુએને સાહાચ્ય આપવા પ્રબંધની વ્યવસ્થા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org