________________
:
શાસનસમ્રાટ ચાચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીએ સંવત્સરીનીપરપરા કેમ બીજી
આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ આગમોના સંશોધન, તીર્થોની રક્ષા અને જૈન શાસનની પ્રભાવનાનાં કેટલાક ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે. ઈસુની વીસમી સદીમાં થઈ ગયેલા અત્યંત વિદ્વાન અને પ્રભાવક દસ જૈનાચાર્યોની હરોળમાં તેમને આસાનીથી મૂકી શકાય. આગમગ્રંથોની સેવા બાબતમાં તેમનું અનન્ય પ્રદાન છે. કોઈ વ્યક્તિ જો આટલા મોટા પદ ઉપર પહોંચી એક નાનકડી પણ ભૂલ કરી બેસે તો તેના કારણે જૈન શાસનને સુધારી ન શકાય તેવું નુકસાન કરી બેસે છે. મુનિશ્રી આનંદસાગરજીની બાબતમાં પણ તેવું જ બન્યું. વીસ વર્ષની યુવાન વયે તેમણે ધુરંધર આચાર્યો સામે બગાવત કરી, જેને પરિણામે જૈન સંઘમાં એક નાનકડી તિરાડ પડી આ તિરાડમાંથી પહોળી ખાઈ કેવી રીતે બની ?
મુનિશ્રી આનંદસાગરજીએ સંવત ૧૯૫૨માં આખા જૈન સંઘથી અલગ પડીને ગુરુવારે સંવત્સરીની આરાધના કરી અને પેટલાદના સંઘને પણ તે રીતે જ આરાધના કરાવી. જુવાનીના જોશમાં થઈ ગયેલી આ ભૂલને સુધારવાની એક સુવર્ણ તક તેમને બરાબર નવ વર્ષ પછી મળી અને તેમણે આ તકને વધાવી પણ લીધી.
મુનિશ્રી આનંદસાગરજીને એ વાતનો સંપૂર્ણ યશ આપવો જોઈએ કે આ વર્ષે તેમણે સંવત ૧૯૫૨માં કરેલી ભૂલ સુધારી કપડવંજના સંઘને અને પોતાના બધા જ શિષ્યોને રવિવારે સંવત્સરીનું પ્રતિક્રમણ કરાવ્યું. આ રીતે સંવત ૧૯૬૧માં આખા ભારતના તપાગચ્છ જૈન સંઘે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોવા છતાં એક જ દિવસે સંવત્સરીની આરાધના કરી. એ વાતની બહુ ઓછાને જાણ હતી કે પોતાની માન્યતાને વફાદાર અને અડગ એવા આનંદસાગરજીએ એકલા જ શનિવારે | પોતાનું સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યું હતું. જો કે તેમ છતાં
વિક્રમ સંવંત ૧૯૬૧ની સાલમાં ફરી આબેહૂબ
લોકોમાં તો એવી હવા જ ફેલાઈ હતી કે સાગરજી મહારાજ ફરી પાછા સંઘ સાથે ભળી ગયા, આ માન્યતા કેટલી ભૂલભરેલી હતી, તેનો ખ્યાલ છેક સંવત ૧૯૮૯ની સાલમાં આવ્યો.
|
સંવત ૧૯૫૨ જેવી જ પરિસ્થિતિ પેદા થઈ. એ વર્ષે પણ ચંડાંશુચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હતો, એટલે સંવત્સરીની આરાધના કયા દિવસે કરવી, તેવી દ્વિધા ઉભી થઈ આ વર્ષે ભાવનગરમાં ચાતુર્માસ બિરાજમાન પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ ‘જૈન ધર્મ પ્રકાશ'' માં જાહેરાત કરાવી કે તેઓ અગાઉની જેમ ભાદરવા સુદ ચોથના રવિવારે જ સંવત્સરી પર્વની આરાધના કરાવશે. એ વર્ષે આ નિર્ણયનો કોઈ શ્રાવકો અથવા સાધુઓ તરફથી વિરોધ થયો નહિ, સકળ સંઘે ભાદરવા સુદ પાંચમના ક્ષયે અન્ય પંચાંગનો આધાર લઈ છઠ્ઠનો ક્ષય કરી ઉદિત ચોથના જ સંવત્સરી | પ્રતિક્રમણ કર્યું.
Jain I
એ વર્ષે મુનિશ્રી આનંદસાગરજી પોતાની જન્મભૂમિ કપડવંજમાં ચાતુર્માસ હતા. તેઓ તો સંવત ૧૯૫૨ની જેમ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો જ ક્ષય કરી ઉદિત ત્રીજના સંવત્સરી કરવાના મતના હતા. પરંતુ આ વર્ષે સંઘની સત્તા સામે તેમને ઝૂકવું પડ્યું. કપડવંજ સંઘના અગ્રણીઓએ તેમને જણાવી દીધું કે ગોધરા, વેજલપુર, છાણી, વડોદરા વગેરે આજુબાજુના સંઘો જે દિવસે આરાધના કરવાના છે, તેનાથી અમે અલગ પડવા નથી માંગતા, અમે તો રવિવારે ઉદિત ચોથે જ સંવત્સરી કરવાના મતના છીએ.
આપણે જોયું કે સાગરજી મહારાજે સંવત ૧૯૬૧માં આખા સંઘને રવિવારે પ્રતિક્રમણ કરાવ્યું પણ ‘‘ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો જ ક્ષય કરાય'' એવી તેમની માન્યતામાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. છેક સંવત ૧૯૮૯માં ફરી ચંડાંશુચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે આ ઊંડે ઊંડે પડેલી ચિનગારીએ ફરી જ્વાળાનું રૂપ ધારણ કરી લીધું.
વિક્રમ સંવત ૧૯૮૯માં તપાગચ્છ જૈન સંઘનું ચિત્ર
પર્વતિથિના સત્યની શોધમાં
al Use Only
] ૨૪
www.jainelibrary.org