SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગમાં બે ચૌદશ હોય ત્યારે બંને દિવસે ચૌદશનું અસ્તિત્વ હોય છે, પણ આરાધના એક જ દિવસે થાય તે માટે બીજી ચૌદશે જ પર્વતિથિવિષયક આરાધના કરવાનું માર્ગદર્શન ઉમાસ્વાતિ મહારાજે આપ્યું છે. ઉમાસ્વાતિ મહારાજનો આ પ્રઘોષ માત્ર બાર પર્વતિથિઓને નહિ પણ વર્ષની તમામ ૩૬૦ તિથિઓને લાગુ કરવાથી કોઈ પણ તિથિની આરાધના બાબતમાં કોઈ મુંઝવણ રહેવી ન જોઈએ. તપાગચ્છ જૈન સંઘનો બે તિથિ તરીકે ઓળખાતો વર્ગ આ અર્થઘટન જેમનું તેમ સ્વીકારી લે છે, પણ એક તિથિ વર્ગ તેનું અલગ જ રીતે અર્થઘટન કરે છે, જેને કારણે વિસંવાદિતા પેદા થાય છે. એક તિથિ પક્ષના આચાર્ય નરેન્દ્રસાગરજી, ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો નીચે મુજબ અર્થ કરે છે : ‘પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વની તિથિનો ક્ષય કરવો અને પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે બે તિથિ પૈકી પાછળની તિથિએ આરાધના કરવી' આ રીતના અર્થઘટનનો અમલ કરી તેઓ લૌકિક પંચાંગમાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરે છે અને તેને સ્થાને ચૌદશ લખે છે. લૌકિક પંચાંગમાં જ્યારે બે ચૌદશ આવતી હોય ત્યારે તેઓ પહેલી ચૌદશ ભૂંસી તેને સ્થાને બીજી તેરસ લખે છે અને ચૌદશ પર્વતિથિની આરાધના લૌકિક પંચાંગની બીજી ચૌદશે જ કરે છે. આ જ નિયમ તેઓ બીજ-પાંચમ વગેરે ૧૨ પર્વતિથિઓમાં લાગુ કરે છે. આ વર્ગ આરાધના માટેની તિથિના ક્ષયવૃદ્ધિને સ્વીકારતો નથી, માટે તે એક જ તિથિને માનતો હોવાથી એક તિથિ વર્ગ કહેવાય છે. Jair બીજો વર્ગ લૌકિક પંચાંગમાં આવતી ક્ષીણ પર્વતિથિને અને બે પર્વતિથિને માન્ય રાખતો હોવાથી બે તિથિ વર્ગ કહેવાય છે. જો કે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટનમાં આવા ભેદભાવ છતાં બંને પક્ષની આરાધના માટેની તિથિઓ બીજ-પાંચમ-આઠમ-અગિયારસ ચૌદશની ક્ષયવૃદ્ધિએ તો એક જ દિવસે આવે છે, જે ઉદાહરણ તરીકે આપેલ નીચેના કોઠા ઉપરથી સમજાય છે : વાર સુદ ચૌદશનો ક્ષય હોય ત્યારે બે તિથિનું લૌકિક એક તિથિનું પંચાંગ પંચાંગ પંચાંગ ૧૨ ૧૨ ૧૨ ૧૩ ૧૩+૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ સુદ ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે લૌકિક બે તિથિનું પંચાંગ પંચાંગ ૧૩ ૧૩ ૧૪ ૪૧૪ ૧૪ સોમ મંગળ બુધ વાર સોમ મંગળ બુધ ૧૪ પર્વતિથિના સત્યની શોધમાં ઘંટ એક તિથિનું પંચાંગ ૧૩ ૧૩ ૧૪ આમાં તફાવત એટલો છે કે ક્ષયના પ્રસંગે એક તિથિ વર્ગ તેરસને ચૌદશ બનાવી મંગળવારે પક્ષીની આરાધના કરે છે જ્યારે બે તિથિ વર્ગ તેરસ-ચૌદશ ભેગા માની મંગળવારે જ પક્ષીની આરાધના કરે છે. તેવી જ રીતે વૃદ્ધિના પ્રસંગે એક તિથિ વર્ગ બુધવારને એકમાત્ર ચૌદશ ગણી તે દિવસે પક્ખીની આરાધના કરે છે, જ્યારે બે તિથિ વર્ગ બુધવારને બીજી ચૌદશ માની પક્ખીની આરાધના કરે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં ઉભય પક્ષની આરાધના તો એક જ દિવસે થાય છે, માટે સંઘમાં કોઈ વિખવાદ પેદા થતો નથી. ખરી સમસ્યા ત્યારે પેદા થાય છે, જ્યારે પૂનમ અથવા અમાસની ક્ષયવૃદ્ધિ આવે છે. બે તિથિની માન્યતા પ્રમાણે પૂનમ અથવા અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટન પ્રમાણે તેઓ પૂનમ અથવા અમાસની આરાધના પૂર્વની તિથિ એટલે કે ચૌદશમાં જ કરી લે છે. અને પૂનમ અથવા અમાસની વૃદ્ધિ આવે ત્યારે તેઓ પ્રથમ પૂનમ અથવા અમાસ છોડી બીજી પૂનમે કે અમાસે તે પર્વતિથિની આરાધના કરે છે. www.jainelibrary.org
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy