________________
હોય જ નહિ. પૂર્વે જણાવેલી ચાર પર્વોની અપેક્ષાએ શાસ્ત્રકારો પણ વડલ્સ મ04મુદ્દિપુUિ/માવાસી!' એવું વાકય સ્થાને સ્થાને શ્રાવકોના વર્ણનના અંગે જણાવીને ઉપર કહેલ ચાર પર્વોની સ્પષ્ટતા જણાવે છે; પરંતુ ખાખરાની ખીસકોલીને મોદકના વાસની પણ ખબર ન હોય એવી રીતે જમ્બુકાદિને શાસ્ત્રની ગંધ પણ ન હોય અને તેથી સેંકડો જગો પરના સ્પષ્ટ પાઠોને પણ ન જાણે, ન સમજે અને ન વિચારે તેમાં કોઇ આશ્ચર્ય નથી. '
ઉપર જણાવવામાં આવેલી આઠમ વિગેરે ચઉપર્વ અને અન્ય ગ્રંથકારોના કહેવા મુજબ ગણીએ તો છ પર્વી વિગેરેની આરાધના કરવા માટે જૈન જનતાએ તૈયાર થવાનું જરૂરી હોય છે, અને તે આરાધવા તૈયાર થવાય પણ છે, આ પર્વોની આરાધના, વાર કે તારીખ ઉપર નિયત નથી. પરન્તુ ગ્રહ નક્ષત્રાદિના યોગે કલ્યાણકાદિ થવાનાં હોવાથી માત્ર મહિના અને તિથિ ઉપર જ નિર્ભર છે અને વર્તમાનકાળમાં મહિના અને તિથિઓ જણાવવા માટે લૌકિક પંચાગનો જ આશ્રય સમગ્ર આર્ય પ્રજાને લેવો પડે છે અને તે લૌકિક પંચાગમાં જૈનોએ માનેલી પર્વતિથિઓની વૃદ્ધિ પણ આવે છે અને ક્ષય પણ આવે છે, તેવા વખતે પર્વની આરાધના કેવી રીતે કરવી એવો ગુંચવાડો જૈન જનતાને થાય તેમાં આશ્ચર્ય જ નથી.
જો કે ઉપર જણાવેલી તિથિની અપેક્ષામાં શાસ્ત્રકાર મહારાજાએ એ નિશ્ચિત કરેલું છે કે જેનોએ પૂર્વાહણવ્યાપિની, મધ્યાહનવ્યાપિની, અપરાહાગવ્યાપિની, પ્રદોષવ્યાપિની કે મધ્યરાત્રવ્યાપિની તિથિ માનીને કોઇપણ પર્વ કેહવાર આરાધવાની
Jain Education international
only