________________
પ્રસ્તાવના....
- -
-
-
- -
-
વર્ષોથી જ્યારે જ્યારે પં. પ્રભુદાસભાઈ પારેખનાં સાહિત્યનું પઠન પાઠન કરતો ત્યારે એક વિચાર અચૂક ઝબકતો કે પંડીતજીએ પોતાની કલમ દરેક વિષયો અને વિભાગોની આરપાર વીંધીને ઊંડાણ સુધી ઉતારી છે. ઘણીવાર તો વાંચતાં વાંચતાં જ અહોભાવ વ્યક્ત થઈ જાય તેવું ચિંતન મનન અને પરિશીલન પંડીતજીની કલમમાં અનુભવાય છે પણ છેલ્લા લગભગ સાઈઠ વર્ષોથી પરમાત્માનાં શાસનને કોરી ખાનાર તિથિપ્રશ્ન પંડીતજીની કલમ કેમ અછૂત રહી હશે. ? આનો અફસોસ ઘણીવાર થતો અને અમુક સ્થળે વ્યક્ત કરતો.
-
સં. ૨૦૫૯નાં પાલીતાણા શ્રી ગિરિરાજદાદાની નિશ્રામાં જંબુદ્વીપમાં ચાતુર્માસ, ઉપધાન પૂર્ણ થયા બાદ વિહારની તૈયારીમાં હતો. વિજ્ઞાનભવનની પાછળ નૂતનજ્ઞાનમંદિરમાં પુસ્તકોની વ્યવસ્થા જોવા ગયો ત્યાં પૂ.દાદા ગુરુદેવ શ્રી ધર્મસાગરજી મ. સાહેબનાં સાહિત્યનું કબાટ ખુલ્યું હતું જેમાં શાસનને લગતા કોર્ટનાં કેસો જજમેંટો ઊપરાંત પિં.પ્ર.બે. પારેખનાં સાહિત્યની ફાઈલો, પોટલા વિ. હતા.
અચાનક એક ખુલ્લા પોટલામાં દ્રષ્ટીપડી પંડીતજીનાં હસ્તાક્ષરોમાં લખેલ લેખ હાથમાં આવ્યો જોયો તો “ પૂર્વ તિથિ: ર્યા વૃદ્ધી હાર્યા તિરોત્તર” “પ્રમાણિક અર્થની દિશા” આ હેડીંગનો તિથિ અંગેનો લેખ મળ્યો.
વાંચતાં જ હું આનંદવિભોર બની ગયો. વર્ષોની મારી શંકાનું સમાધાન થઈ ગયું અફસોસ દૂર થઈ ગયો કે પંડીતજીની કલમ તિથિ પ્રકરણને પણ સ્પર્શે છે. તે અનુભવી આનંદ આનંદ થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org