________________
-
~
-
~
~
-
~
~
-
~
આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના.
૨૧૯ મહા ગુ વકી” એ પાઠથી ચોથના સંવત્સરીની અનંતર પંચમી જોઈએ. આ બધા પાઠે એ જ સૂચવે છે કે-ઉદય પંચમી પહેલાં સંવત્સરી જોઈએ. હવે એ વર્ગ ટિપણાની વૃદ્ધિ વખતે બે પાંચમ માને છે. એટલે સંવત્સરી અને ઉદય પાંચમ વચ્ચે તેમની માનેલી ફલ્ગ સુ. પાંચમ તે વર્ગને આડી આવશે. મૂળ વાત એ છે કે એ વર્ગે આડે ધરેલ જે શાસ્ત્રપાઠ છે તે તે પહેલી તિથિ અને પહેલે માસ આરાધનાર ખરતરગચ્છવાળાને જવાબ આપવા માટે છે. એ પાઠ અહિં આપવા ઉચિત ગણાય જ નહિં એટલે તે પાઠ અહિં સંગત થાય જ નહિ. મુદ્દા ૧૦-૧૧, પેરા ૭૩-૭૬ ની સમાલોચના.
[ આ પુસ્તક પૃષ્ઠ ૧૦૫ ૧૦૬ ] પિરા ૬૦-૬૨ પૃ. ૨૬ (પૃ. ૧૦૫ પેરા ૭૩-૭૪) અહીં આપેલા મુદ્દા ૧૦ અને ૧૧ બને મુદા વિષયાંતર રૂપે છે. એ વર્ષે પર્વતિથિ કયારે કરવી ? એ જ મુદ્દો ચર્ચવાનો હતે. તેના બદલે આવી ચર્ચા-પાક્ષિક તથા દિન ગણનાની ચર્ચા કરી બતાવી છે, તે તદ્દન અસ્થાને જ હાઈને તેને જવાબ જ ઉચિત નથી ધાર્યો. છતાંએ શાસ્ત્રીય વિવરણમાં તેને જવાબ આપે છે અને અહિં પણ સંક્ષિપ્ત જવાબ આપીએ છીએ.
આ બન્ને મુદ્દાઓના આધાર કર્મમાસ અને કર્મવર્ષમાં તિથિ વૃદ્ધિ નથી આવતી. ચાંદ્રમાસમાં તિથિહાનિ અને ચાંદ્રવર્ષમાં માસ વૃદ્ધિ આવે છે. તેમાં ટીપણાનુસારે તિથિની વૃદ્ધિ આવે કે હાનિ આવે, પક્ષ, માસ, ચાતુર્માસ અને વર્ષના અનુક્રમે ૧૫-૩૦-૧૨૦-૩૬૦ દિવસ આવે છતાં પણ તે નિરંશ હેવાથી અનુક્રમે ૧૫ અહોરાત્રે, ૩૦ અહોરાત્રે, ૧૨૦ અહોરાત્રે કે ૩૬૦ અહોરાત્રે તે ન જ આવે. પણ આવા મુદ્દા ચચીને એ વર્ગને શું સિદ્ધિ કરવી છે? તેજ નથી સમજાતું. શાસ્ત્રમાં જે મુદ્દાઓ નિશ્ચિતરૂપે નિરૂપેલા છે તેનું પિષ્ટપેષણ કરવાથી શું લાભ સમજતા હશે? સુદી ૧૨-૧૩–૧૪-૧૫ પેરા ૭૭-૮૪ ની સમાલોચના..
[આ પુસ્તક પૃષ્ઠ ૧૦૭–૧૧૦] પૃ. ૨૬-ર૭ (પૃ. ૧૦૭–૧૦૮)માં એ વગે મુદ્દા બારમાનું વિધાન કર્યું છે. એમાં બે બીજ વિગેરે લખવા બોલવાની અને તેમ ન કરે તેને મૃષાવાદની આપત્તિ આપી છે.
આ વર્ષે “જૈનશાસ્ત્ર પ્રમાણે તિથિ વધતી નથી” એ નિયમને અભ્યાસ કરવાની જરૂર છે. પ્રાયશ્ચિત્તાદિવિધિમાં બે પર્વતિથિનો કે પર્વતિથિના ક્ષયને પાઠ તેમને ઉપલબ્ધ થયા હોય તે રજુ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org