________________
૧૩૮
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
આ ઉપરથી ઉદયતિથિને માનનાર મનુષ્ય આરાધનામાં એક દિવસે બે તિથિ માની શકે જ નહિં, એ વાત સ્પષ્ટ થાય છે. કેમકે “ઉદયતિથિ લેવી એ વાતને અર્થજ “ઉદયવાળી ચેવીશ કલાકની તિથિ’ એ છે અને તેથી જ તિથિનો આરંભ પણ પ્રત્યાખ્યાનની વખતે થાય અને સમાપ્તિ પણ બીજા દિવસના પચ્ચકખાણના વખતની અનંતર પૂર્વેજ થાય.
પર્વ કે પર્વનન્તરની તિથિરૂપ પર્વતિથિની હાનિ-વૃદ્ધિને પ્રસંગ ન હોય ત્યારે પ્રવર્તવાળે આ માર્ગ છે, અને તેથી પર્વ તિથિની હાનિ-વૃદ્ધિની ચર્ચામાં તે ઉદયવાળી જ તિથિ માનવી એ વાત બાધિત છે.
૪ ઉદયનીજ તિથિ લેવી એમ કહે તે ઉદય વિનાની-વ્યવહારથી ઉદયયુક્ત ગણુએલી ક્ષીણ પર્વતિથિને માનીને મિલિત પર્વતિથિ માનનાર વર્ગ સ્વવચનથી આજ્ઞાભંગાદિ દેશવાળે થાય. અર્થાત્ સામે પક્ષ જે ઉદયયુક્તજ પર્વતિથિ લેવી, એમ એ ઉદયવાળી વાતથી કહેવા માગતો હોય તો તે વર્ગ આઠમના ક્ષયની વખતે સાતમને દિવસે અનુદયવાળી પણ આઠમ પર્વતિથિ તરીકે ગણુને આરાધે છે તે સ્વમંતવ્યથી વિરૂદ્ધ હેવાથી આજ્ઞાભંગાદિ દેજવાળ થાય
જે ઉદયવાળી તિથિ લેવી જ એમ કહે તે વૃદ્ધિની વખતે બંને તિથિ ઉદય યુક્ત હોવાથી તે બે દિવસ તે બે પર્વતિથિ નહિં માનનાર તે વર્ગ સ્વવચન વિરૂદ્ધ ગણાય. અર્થાત એ પક્ષ જો ઉદય યુકત પર્વતિથિ લેવીજ, એમ પણ કહેવા માગે છે ટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે બંને પર્વતિથિઓ ઉદયવાળી હેવાથી તે વર્ગ તે બંને દિવસ પર્વતિથિ કહેવી અને માનવી જોઈએ. પણ તેમ તેઓ નહિ કરતા હોવાથી સ્વવચન વિરૂદ્ધ ગણાય.
વાસ્તવિક રીતે ક્ષયવૃદ્ધિ વખતે પર્વતિથિ નક્કી કરવાની ચર્ચામાં આવા ઉત્સર્ગ વાકયવાળા મુદ્દાની જરૂરજ ન ગણાય.
મુદો ર–જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાને અંશજ ન હોય, અગર ભગવટાનો ભાગ હોય તો પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વેને ભેગવા હોય, તો તેમ કરવાથી આરોપ, પર્વલાપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિદાના પાત્ર બનાય કે નહિ ?
સમાલોચના–પર્વ તિથિનું પરિસંખ્યાન જાળવવા માટે શાસ્ત્ર કારેએ જણાવેલા સંસ્કારમાર્ગમાં આરપાદિક દોષ લાગતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org