________________
આ. રામચદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન.
૩૯
છે તે દિવસે આરાધનાની તિથિનુ હાવાપણુ છે એમ પણ અમે ખન માનીએ છીએ.
(૬) ચડાંશુચડુ પંચાંગમાં જ્યારે જ્યારે એવી પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવે છે, કે જે હીના અગર વૃદ્ધા પર્વતિથિની પૂર્વની તિથિ પણ પર્વતિથિજ હાય ત્યારેતા અમારા અને સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાન દસૂરિજીના મતન્ય વચ્ચે એવા ભેદ ઉપસ્થિત થવા પામે છે કે-એ પ્રસગામાં ઉપરની કલમ પાંચમીમાં જણાવ્યું છે તેટલું પણ સામ્ય અમારી તેમની વચ્ચે રહેવા પામતું નથી.
(૭) જયારે એવી પતિથિના ક્ષય આવે છે, કે જે પતિથિની પૂર્વની તિથિ પણ પતિથિ હાય છે, ત્યારે અમારા અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીના મતવ્ય વચ્ચે જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે દ્રષ્ટાન્ત પૂર્વક સૂચવવા ઠીક થઇ પડશે, અહિં સૂચવવાના મ ંતવ્યભેદ ત્યારેજ ઉપસ્થિત થવા પામે છે, કે જ્યારે પૂનમને-અમાસના અગર તેા ભા. શુ. પના ક્ષય આવ્યા હોય, એમાંથી કાઇપણ એકનું દ્રષ્ટાન્ત લઇએ, જેમકે પૂનમના ક્ષય. ‘પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશે જ ચૌદશના અને પૂનમના એમ ખનેય પર્વતિથિએના એકજ દિવસે આરાધક ખની શકાય છે. અને જરૂર મુજબ સૂખ્ય-ગૌણુ રીતિએ તે દિવસે ચોદશની તથા પૂનમની પણ સંજ્ઞા થઈ શકે છે. પૂનમે તપ કરવાને હાય તેવા પ્રસંગમાં પૂનમે કરવાનો તપ તેરસે અને તેરસે રહી જવા પામે તે વદ એકમે પણ થઈ શકે છે’આવું અમારૂં મતવ્ય છે. સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાનૠસૂરિજીનું આ વિષયમાં એવું મતવ્ય છે કે પૂનમના ક્ષયને પ્રસંગે ચૌદશે ચૌદશ પૂનમ એ બંનેય પર્વ તિથિઓના આરાધક પણ ખની શકાય નહિ. અને તે અને પતિથિઓની તે એક દિવસે સંજ્ઞા પણ થઇ શકે નહિ. પૂનમના ક્ષયે પૂનમના ક્ષયના બદલામાં તેરશનોજ ક્ષય કરવા જોઈએ. પૂનમના ક્ષયને બદલે તેરશનો ક્ષય કરીને ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલી ચતુર્દશીમાં ફેરફાર કરવા જોઇએ. એટલે કે-તેરશે ચાદશ માનવી જોઇએ અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણ પૂર્ણિમાનેજ ઉયતિથિ રૂપ બનાવીને માનવી જોઈએ.” આવું અમાસના ક્ષયે તથા ભા. જી. પ ના ક્ષયે પણ સમજી લેવાનું છે.
(૮) જ્યારે એવી પતિથિની વૃદ્ધિ આવે છે, કે જે પતિથિની પૂર્વની તિથિ પણ પતિથિ હાય છે, ત્યારે અમારા અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીના મંતવ્ય વચ્ચે, જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે પણ અત્રે પૂનમના દ્રષ્ટાન્ત પૂર્વક સૂચવાય છે. પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમા પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા કાયમ રાખીને, પદ્મરાધનને અંગે પ્રથમા પૂર્ણિમાની અવગણના કરીને દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનુ પવરાધન કરવું જોઇએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org