________________
છે. વિશેષમાં પ્રતિવાદને પ્રતિવાદ મોકલવા સંબંધી મેં કબુલેલું હોય એવું મને સ્મરણ નથી. (પૂજ્યશ્રીની સામે જોતાં કસ્તુરભાઈની વાતમાં પૂજ્યશ્રી સમ્મત છે એવું ઈંગિતાકારથી જાણવામાં આવ્યું હતું). વિશેષમાં અત્ર બીરાજમાન સરપંચને પ્રતિવાદને પ્રતિવાદ મોકલવા સંબંધી પૂછેલ તે અવસરે તેઓએ પણ નહિં મોકલવા સુચવેલ તેથી પણ મેં મોકલેલ નથી, આમ છતાં તે વાતની ફરીથી દબાણ પૂર્વકની માગણ ચાલુ રહી ત્યારે ફરીથી મી. વૈદ્યને પૂછવામાં આવ્યું તે તેઓએ જણાવ્યું કે પ્રતિવાદના પ્રતિવાદમાં મુખ્યતયા શાસ્ત્રના આધારે છે અને તે સર્વમાન્ય છે. છતાં જેવા હોય તે મારી ના નથી. મી. વૈદ્ય પૂજ્યશ્રીને પૂછયું તો તેઓશ્રીએ જણાવ્યું કે મને વાંધો નથી પરંતુ પ્રતિવાદને પ્રતિવાદ માંગી શકાય નહિં અને આપી શકાય નહિં.
વૈદ્ય–પ્રતિવાદને પ્રતિવાદ તેઓ માંગે જ છે તો પછી તમે પણ લઈ જઈ શકે છે.
પૂજ્ય –મારે જરૂર નથી.
કસ્તુરભાઈ –(પૂ. પ્રત્યે) આપશ્રીને જરૂર ન હોય તો પછી બધા સાધનોથી ભરપુર પેટી એમને લઈ જવા દ્યો. શું થાય?
પૂજ્યશ્રીએ અનુચિત થતું જોઈ મૌન પકડયું છતાં તે દિવસે ચર્ચા બંધ થતી વખતે રામવિ. પેટી ઉપડાવી સાથે લઈ ગયા.
વિદ્ય–આપ બંને આચાર્યો તપાગચ્છની માન્યતાવાળા છે? પૂજ્ય-હા. રામવિ –હા. વૈદ્ય-વર્તમાનમાં તપગચ્છની શાખાઓ કેટલી?
પૂજ્ય–ભૂખ્યતાએ બે શાખાઓ છે. એક આણસુર તપાગચ્છ અને બીજી દેવસુર તપાગચ્છ. વર્તમાનકાળમાં તપાગચ્છને સકળ સમુદાય દેવસુર ગચ્છની માન્યતાવાળે છે. આણસૂર ગચ્છની પરંપરાને અનુસરનારા સંતાનીયા નથી.
રામવિ-તપગચ્છની ત્રણ શાખા છે. આણસૂર, દેવસૂર અને સાગર. વૈદ્ય—એ ત્રણમાં તમે કઈ શાખામાં ? રામવિટ–અમે પિતે તે દેવસુરગચ્છની માન્યતાને અનુસરનારા છીએ.
પૂજ્ય-રામવિએ ત્રણ શાખા જણાવી તે ઉચિત નથી, પરંતુ દેવસુર તપગચ્છની શાખાને અનુસરનારી સાગરશાખા છે. અથોત આણસુર શાખામાં કોઈ સંવેગી વર્ગ નથી અને સાગરની શાખા શ્રી. દેવસૂરિજીની સમાચારીવાળી છે. એટલે વર્તમાનમાં આખા તપગચ્છમાં માત્ર દેવસૂરિની સમાચારી છે. મુખ્યતાએ તે બેજ શાખા છે.
વૈદ્ય – દૂઘ તિથિ શૂરા તથોરા' એ બે પદની શરૂઆત કરનાર કેણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org