________________
ટુંકમાં “ધરણેન્દ્રસૂરિજીથી પૂનમ અમાશની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ વિગેરે શરૂ થયું અને પર્વતિથિમાં ગરબડ ચાલી' તેવું કથન કરનાર પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજે આ હેન્ડબીલ પૂર્ણ જોયું નથી અને તેમના શિષ્ય પૂ. પં. કલ્યાણવિજયજી મહારાજે અને આ. જંબુસૂરીજી મહારાજે આ હેન્ડબીલ પોતાની પાસે પૂર્ણ હોવા છતાં તે વૃદ્ધ સરલ પરિણમી પુરૂષને પોતાના આગ્રહમાં સ્થિર રાખવા બતાવ્યું નથી તેમજ જનતાને સત્ય વસ્તુથી વંચિત રાખવા આ હેન્ડબીલને અપૂર્ણ છાપ્યું છે. આથી આ હેંડબીલ વાચકને સત્ય વસ્તુને ખ્યાલ આવે તેટલા માટે અત્ર અક્ષરશઃ પૂર્ણ ઉપર પ્રગટ કરવામાં આવ્યું છે.
શાંતિસાગરજીના હેન્ડબીલની ટુંક સમજ. આ, શ્રી પૂજ્ય શાંતિસાગરજીનું હેન્ડબીલ ભા. શુ. ૧ ની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાના શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીને ફરમાનને વિરોધ કરનારું છે. છતાં તેમાં પણ તપાગચ્છની પર્વ કે પર્વનન્તર પર્વતિથિને ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિનું સમર્થન છે. તેઓ તે હેન્ડબીલમાં બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદસ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ એકમ ચેાથ સાતમ દસમ અને તેરશની ક્ષય વૃદ્ધિ અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વતર અપર્વ તેરશની વૃદ્ધિ કબુલ કરે છે. માત્ર એકમની વૃદ્ધિ વખતે તેરસની વૃદ્ધિ કરવાની શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીના ફરમાનને વ્યાજબી ગણતા નથી. અને તે અવ્યાજબી ફરમાન જતે દીવસે દઢ ન બની જાય તે માટે તે વૃદ્ધ શ્રીપૂજ્ય પિતાને વાંધો ઉઠાવ્યો છે. પૂ. પં. કલ્યાણવિજયજી તથા આ. વિજયજંબુસૂરિજીના પુસ્તકમાં આ હેંડબીલને ઉપગ જે ઉંધી રીતે કરવામાં આવ્યો છે તે કોઈ પ્રકારે તેને પુરું જોયા પછી વ્યાજબી ઠરતો નથી.
આ હેન્ડબીલમાં ટીપણાની પર્વ કે પર્વનન્તરપર્વ તિથિના ક્ષયવૃદ્ધિપ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાની વસ્તુનું સારું સમર્થન મળે છે તે તેમના નીચેના લખાણથી સમજાય છે.
૧. “પૂનમ ટૂટી હોય તો તેરશને ચઉદશ કરવી ને તેરશને દીવસે ચઉદસ કરવી ભૂલી ગયા હોય તો એકમને દીવસે પૂનમને કૃત્ય કરે એ પરમારથ છે”
૨. તેમના કાગળમાં લખે છે કે બે પૂનમે હોય ત્યારે ઉદીયાત ચઉદશ કયાં રહી એ વાત શાસ્ત્ર જોઈને તેમણે લખી નથી. શાસ્ત્રને અભિપ્રાય એવો છે કે પરવતિથિ વૃદ્ધિ થયે વૃદ્ધિતિથિ સાબિત રાખવી તે ઉપરથી એમ સમજાય છે કે પાછલી ઉદીત તિથિને ફેરવતાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ થતું નથી”.
સં. ૧૯૨ની સાલમાં શ્રી પૂજ્ય શાંતિસાગરજીની ઉંમર ૯૨ વર્ષની છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org