SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ તથા લખવા કારણ એ છે જે પર્યુષણ પર્વમાં પંચાંગ દેખતાં પડવા બે દેખાય છે તે ઉપરથી કેટલાક લોકોને સંદેહ પડે છે જે પયૂષણમાં શી રીતે કરવું તેની ખબર નીચે લખ્યા પ્રમાણે જાણવી:–સંવત ૧૯૨૯ ના વર્ષમાં પર્યુષણમાં પંચાંગમાં બે પડવા દીઠા. તે ઉપર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયધરણેન્દ્રસૂરીશ્વરજીએ વિચાર્યું જે આપણે શ્રી દેવસુરગચ્છની સમાચારી શી રીતે છે એમ વિચારીને ઠામઠામ દેશાંતરના ગીતારથાઉને કાગળ લખ્યા. તે જાણીને ઉદેપુરના આદેશીએ લખ્યું કે આપણી પરંપરામાં પર્યુષણમાં બે પડવા હોય ત્યારે બે તેરશ કરવી. તેહેનો પ્રમાણુ જ્યારે શ્રી ૧૦૮ શ્રી વિજયજીનેંદ્રસૂરીશ્વરજી વિરમગામ ચોમાસું રહ્યા તે વર્ષમાં બે પડવે હતી. ત્યારે શ્રી રાજનગરથી ૫. રૂપવિજયજીએ કાગળ લખી એપીઓ મેકર્યો. તે કાગળ વાંચી શ્રીજીએ લખ્યું કે તમે બે તેરશ કરજે અને બે પડવે કરીએ તે તો અન્ય ગચ્છની સમાચારી છે. ઈત્યાદિક ઘણું સમાચાર લખ્યા તે છતાં લખતા નથી. તે કાગળની નલ જોઈને તથા મુંબઈના માશી પાં. રૂપસાગરજીને સંમત લેઈને તથા ચરિતાનુવાદ ગ્રંથ જોઈને બે તેરશ કરી તથા આ વર્ષમાં પણ પડવે બે હતી તેની બે તેરશ કરી. વળી શ્રી રાજનગરમાં ડેલાને ઉપાશરે પંન્યાસ રત્નવિજય ગા. તથા વિમળને ઉપાશ્રયમાં પંન્યાસ દયાવિમળ ગા. તથા વિરવિજયજીના ઉપાશ્રયને મુક્ષ સંઘ તથા લુહારની પોળમાં પાં મણુવિજયજી તથા સર્વ સંઘ એકઠો થઈને શ્રીજી સાહેબની આજ્ઞાથી તેમજ. ઠેરાવ કર્યો છે. તે જોઈને કેટલાક પિતાની મત કલ્પનાના ચાલણહાર તથા ખડખંડ પંડિત થઈને તથા જે વર્તમાનકાળે જે ગચ્છ વતે છે, તેહની પરંપરાની કશી પણ માલમ નહીં એવા લેકોના કહ્યાથી તથા પ્રમાદના વશ થકી શાસ્ત્રને શ્રમ અણુ લીધાથી સાગરગચ્છના શ્રીજીએ તથા તે સંબંધી કેટલેક સંઘ મળીને બે પડવે કરી છે. પણ એ સમાચારી લુકાગચ્છ તથા વિજાતિ ગચ્છ તથા પાયચંદ ગચ્છ તથા કવળા ગચ્છ તથા કેરંટ ગચ્છની છે. પણ શ્રી તપાગચ્છની સમાચારી બે તેરશ કરવી જુક્ત છે. તે ઉપરથી હીરપ્રશ્નની શાખ છે. તથા શ્રી હીરવિજયસૂરિ મહારાજને પંડિત નગરીષીએ છક્તપ આસરી પ્રશ્ન કર્યું છે તે પાઠ લખીએ છીએ. ॥ तथा चतुर्दस्या (श्या )म् कल्पो वाच्यते अमावाश्यादि विधौ ( वृद्धौ) अमावास्यायाम(म्) प्रतिपदी(दि) वा कल्पो घाच्यते तदा सष्ट (षष्ठ) तपः क्व विधेयम् ॥ એનો અર્થ કહે છે જે નગરીષીએ એમ પુછયું જે જ્યારે ચૌદશને દિવસે કલ્પવાંચીએ ત્યારે છઠ્ઠ તપ ક્યારે થાય, અને અમાવાસ્યાદિ વિધી (વૃદ્ધિ) * અંદર આ પ્રમાણે પૂ૫ મણિવિજયજીદાદાનું નામ હોવા છતાં પૂ આ. જંબુસૂરિજી અને પૂ. પં કલ્યાણવિજયજીએ તે નામ હેન્ડબીલ છાપતાં ઉડાડી દીધું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy