________________
यत्संविग्नजनाचीर्णं, श्रुतवाक्यैर बाधितम् । तज्जीतं व्यवहाराख्यं, पारम्पर्यविशुद्धिमत् ॥
અર્થ : “સંવિગ્નજનોએ જેનું આચરણ કર્યું હોય, કૃતવાક્યોથી જે અબાધિત હોય અને જે પારસ્પર્ય વિશુદ્ધિવાળું હોય, તે આચરણ એ જીત વ્યવહાર કહેવાય છે.”
यदाचीर्णमसंविग्नैः श्रुतार्थानवलम्बिभिः । न जीतं व्यवहारस्त-दन्धसंततिसम्भवम् ॥
અર્થ : “શ્રત અને તેના અર્થનું આલમ્બન નહિ કરનારા અસંવિગ્નોએ જે આચરણ કર્યું હોય તે જીત વ્યવહાર નથી પણ અન્ય પરંપરા છે.'
तस्माच्छु तानुसारेण, विध्येकरसिकैर्जनैः । संविग्नजीतमवलम्ब्य-मित्याज्ञा पारमेश्वरी ॥
અર્થ : “આથી જ્ઞાનિઓએ ફરમાવેલા વિધિના રસિકજનોએ, શ્રુતાનુસારે-શાસ્ત્રાનુસારે કરીને સંવિગ્ન જત (આચરણા) અવલંબન કરવા યોગ્ય છે, એવી શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે,'
પ્રવચનમીતે.....કમાત્વાલિતિ ચારચાર્જ શ્રી भगवतीवृत्तौ, तत्र सर्वापि प्रवृत्तिः प्रमाणतया न भणिया, यतः श्रुतव्यवहारिणा प्रवर्तित तदेव प्रमाणं स्याद्यदागमानुपातिः, अन्यथा प्रवचन व्यवस्था-विप्लवः प्रसज्येत ।"
અર્થ : શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રાવનિક પુરૂષની સર્વ પણ પ્રવૃત્તિઓ પ્રમાણ છે, એમ કહ્યું નથી. કારણ કે શ્રુતવ્યવહારિએ જે પ્રવર્તાવેલું હોય તેમાં તેજ પ્રમાણ થાય, કે જે આગમને અનુસરનારૂં હોય, –નહિ તો, પ્રવચન વ્યવસ્થાનો વિપ્લવ ઉત્પન્ન થવા પામે.”
આવાં અનેક શાસ્ત્ર પ્રમાણો વિદ્યમાન હોય તે છતાં કોઈ આગમજ્ઞાતા' તરીકેની ખ્યાતિ ઘરાવનારા પણ એમ લખી નાંખે કે આચરણા વગેરેમાં શાસ્ત્રીય-અશાસ્ત્રીય ચર્ચા જ બિલકુલ અસ્થાને છે, ત્યારે શ્રધ્ધાળુજનોને સખેદ આશ્ચર્ય ઉપજે તેમાં નવાઈ નથી.
29.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org