________________
મોટી તિથિ બે હોય ? કેટલાક લોકો એમ પણ પૂછતા હોય છે કે – મોટી તિથિ બે હોઈ શકે ? બે ચૌદશ બોલીએ અને એમાં પહેલા દિવસે લીલોતરી વગેરેનો ઉપયોગ કરીએ તો દોષ ન લાગે ? –
આવું પૂછનારે સમજવું જોઈએ કે બે ચૈત્ર, બે આસો, બે ભાદરવા આવે ત્યારે તે મુજબ જ બોલાય છે અને મનાય છે અને એમ કરીને બીજા ચૈત્રમાં બીજા આસોમાં ઓળી કરનાર પહેલા ચૈત્ર, આસોમાં કશું કરતા નથી–બે ભાદરવા વખતે પહેલા ભાદરવામાં પર્યુષણાની કોઈ આરાધના કરતું નથી. તે છતાં ત્યાં જેમ અનુચિત મનાતું નથી તેમ અહીં પણ મોટી તિથિઓ બે આવતી હોવાથી તેમ માનવામાં કશું જ અનુચિત નથી. શ્રી કલ્પસૂત્રની ટીકામાં પણ બે ચૌદશની વાત આવે છે અને પહેલી ચૌદશ છોડી બીજી ચૌદશે પાક્ષિકકૃત્ય કરવાનું જણાવ્યું છે તે વાત પૂર્વે આપણે જોઈ.
આ રીતે સંક્ષેપમાં તિથિ પ્રશ્ન સરળ સમજ આપી. વિસ્તારથી “પર્વતિથિ સયવદ્ધિ અને સરળ અને શાસ્ત્રીય સમજ'પ્રક. સદ્ધર્મ સંરક્ષક સમિતિ મુંબઈ-વગેરે પુસ્તક્માંથી જાણી લેવી. દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં કેમ સ્વીકાર્ય ન બની તે આશ્ચર્ય છે ! હજુ પણ આપણે ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે સકળ શ્રી સંઘના ગીતાર્થો-આગેવાનો વગેરે શાસ્ત્રાધારે આ પ્રશ્નનો નિવેડો લાવે અને સંઘમાં સાચી એકતા થાય.
// સર્વે માળ પર્યન્ત ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org