________________
પરંતુ પાછળથી પોતાની ખોટી માન્યતાને સંગત કરવા માટે લવાદી ચર્ચામાં અર્થ ફેરવ્યો છે, તે દીવા જેવું સ્પષ્ટ છે.
તેઓએ તે જ શ્રી સિદ્ધચક્રપત્રના પ્રશ્ન છ૭૬ માં જણાવ્યું છે કે- 'જયોતિષ કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહી ”
જો તટસ્થ રીતે આ બાબતોને વિચારવામાં આવે તો એટલું નિશ્ચિત થઈ શકે છે કે પૂર્વાo નો ૨ તિથિ પક્ષનો કરેલ અર્થ જ સાચો છે. સત્યના અર્થી દરેકે જરૂર છે સત્યને સમજવાની અને સત્ય પક્ષે મક્કમતા અને સુયોગ્ય પ્રચારની.
ત્રીજી વાત એ છે કે પર્વતિથિની વ્યાખ્યા શી ? અને કઈ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય તેની નિશ્ચિત માન્યતા તે પક્ષમાં નથી. કેટલાક માત્ર ૧ર પર્વતિથિની જ ક્ષયવૃદ્ધિ ન થાય તેમ માને છે. અને કેટલાક ૧ર પર્વતિથિની વૃદ્ધિ નહિ માનવા છતાં સંવત્સરી મહાપર્વ ભાદરવા સુ. ૪ ની ક્ષયવૃદ્ધિ માને છે. વળી,
अर्हतां जन्मादिपकल्याणकदिना अपि પર્વતિયત્વેન વિયા: (શ્રી શ્રાદ્ધવિધિ)
અર્થ: શ્રી અરિહંત ભગવંતોના જન્માદિ પાંચ કલ્યાણક ના દિવસો પણ પર્વતિથિ તરીકે જાણવા.
4 15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org