________________
પર્વતિથિની પૂર્વની તિથિ (ચોથ, સાતમ આદિ)નો ક્ષય કરવો અને પર્વતિથિ (પાંચમ, આઠમ આદિ)ની વૃદ્ધિ આવે ત્યારે તે પર્વતિથિની પૂર્વની તિથિ (ચોથ, સાતમ આદિ) ની વૃદ્ધિ કરવી.
એટલે કે આઠમનો ક્ષય હોયતો સાતમનો ક્ષય કરી સાતમને આઠમ બનાવી દેવી. અને આઠમની વૃદ્ધિ હોય તો સાતમની વૃદ્ધિ કરી દેવી અને પર્વતિથિ આઠમને એકજ રાખવી. આવો અર્થ માત્ર એકાકી પર્વતિથિ માટે જ કરવો. જોડીયા પર્વતિથિ ના પ્રસંગે જેડીયાપર્વની બીજી પર્વતિથિ [૧૫ કે ૦)) તેમજ ભા.સુ. ૫] ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વોના અર્થમાં વિધાયક અને નિયામક વાક્યોને બે વાર પ્રવર્તાવવા, એટલે કે “પૂર્વની પૂર્વ એવો અર્થ કરવો. આરીતે કરતાં તે શ્લોકનો અર્થ એવા ભાવનો થશે છે કે –
પુનમ કે અમાસ અને ભા.સુ.૫ ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ [૧૪ અને ભા. સુપ]ની પૂર્વ[૧૩ અને ભા.સુ.૩]ની તિથિની ક્ષયવૃદ્ધિ
કરવી.
એટલે કે બે પુનમ હોય તો એ તેરસ કરવી. તેથી પંચાંગની વાસ્તવિક ચૌદશને બીજી તરસ બનાવવી અને પ્રથમ પુનમને ચૌદશ બનાવવી. વિગતવાર સમજવા પરિશિષ્ટ-૧ જુઓ.
0 જોડીયા ન હોય એવી – ચૌદશ અને પુનમ કે અમાસ તેમજ ભાદરવા સુ. ૪ (સંવત્સરી) અને ભા.સુ. પ સિવાયની
© ચૌદશ અને ૧૫ કે ૦)), તેમજ સંવત્સરી અને ભા.સુ.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org