________________
પૂર્વ પ્રતિજ્ઞા લીધેલ હોવાથી વા વગેરેને શેર કર્યાયે સંભળાતે ન હતા. ગંભીર ને જૈનશાસનને દીપાવે તેવા શાન્ત વાતાવરણ વચ્ચે રાયપુર દરવાજે થઇને સૌએ રાજનગરમાં પ્રવેશ કર્યો હતે.
અમદાવાદની પ્રજાએ છેલ્લાં કેટલાં વર્ષોથી આવું અપૂર્વ સ્વાગત નહતું નિરખ્યું. તેમની સાથે વિહારમાં આવેલા દેઢ સાધુ સાથે હતા. સાથે કસ્તુરભાઈ મણિભાઈના પુત્ર તથા કસ્તુરભાઈ લાલભાઈ તેમજ બીજો શ્રીમંત વર્ગ પણ હતો.
દહેગામ મંડળી પૈકી શ્રીમદ્ વિજયવલ્લભરિજી, મહેપાધ્યાય દેવવિજયજી તથા પંન્યાસ લાભવિજયજી વગેરેએ ઉજમફઈની ધર્મશાળામાં, શ્રી વિદ્યાવિજયજી, શ્રી જયંતવિજયજી, શ્રી વિશાળવિજયજી, તથા હિમાંશવિજયજીએ આંબલીપળના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી તથા પંન્યાસ ધર્મવિજયજીએ ડેલાના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજ્યહવ રિએ લવારની પાળના ઉપાશ્રયમાં અને મુનિશ્રી સંપત્તવિજયજી તથા ધર્મવિજયજી આદિએ શાહપુર મંગળ પારેખના ખચે સ્થિરતા કરી હતી. આ મંડળીએ બપોરના ડેલાના ઉપાશ્રયે બંધ બારણે કેટલીક મસલત ચલાવી હતી.
અમદાવાદને તે દિવસને ઉત્સાહ અપૂર્વ હતો. દૂરદૂરથી પણ ઘણા ભાવિક શ્રાવકે આવા મહાન સાધુસમુદાયનાં દર્શન કરવાને અમદાવાદ આવ્યા હતા અને તેથી પ્રત્યેક જેના ઘર મિત્રો અને સ્નેહિઓના સમાગમથી ઉજવળ બની ગયું હતું.
મહિનાઓથી અવિરત શ્રમ લઈ રહેલા નગરશેઠ અને તેમના મિત્રોને આવતી કાલને વિચાર કઇક ચિંતાતુર બનાવી રહ્યો હત; છતાં સાધુસમુદાયને એકત્ર કરવાનું એક મહત્વનું કાર્ય પતી જવાથી આનંદની લાગણું પણ ઓછી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org