________________
પૂર્વ રંગ
અહીં ઉદાર વિચાર ધરાવતા મુનિવરને સમુદાય વિહાર કરતે ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે નરેડા આવી પહોંચ્યો હતો;
જ્યાં તેમનું સ્વાગત કરવાને અમદાવાદમાંથી સંખ્યાબંધ મુનિવર્ય તથા હજારે સ્ત્રી પુરુષો જઈ પહોંચ્યા હતા. પુરાણવાદી જેના કિલ્લા જેવી ગણાતી જૈનપુરીના હૃદયમાં એક જ સપ્તાહમાં જે કલ્પનાતીત પરિવર્તન થયું અને હજારે હદયાર્મિથી આ મુનિવરનું સ્વાગત કર્યું તે જોઈ સહુ કોઈ દિગ થઈ જતું. બપોરના આ બધા મુનિવરેએ કેટલીક મંત્રણ કરી હતી. ત્યારબાદ તેઓ પૂજામાં ગયા હતા અને ચાર વાગતાં ગુજરાતી નિશાળના કંપાઉન્ડમાં નરેડાની પ્રજાની વિનંતિને માન આપી
એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી તથા મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજીએ મનનીય વ્યાખ્યાન આપ્યાં હતાં, તેમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજીનું વ્યાખ્યાન ઘણું જ પ્રેરક હતું. મુનિરાજશ્રી વિદ્યાવિજયજીનું પ્રેરક ભાષણ
પૂજ્ય મુનિવરે, ગૃહસ્થ અને બહેને ! આચાર્ય મહારાજની આજ્ઞા થઈ છે કે મારે કાંઈક બોલવું, તેથી બે શબ્દો કહીશ. આચાર્યશ્રીએ દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપ વિષે અથવા મનુષ્ય શું કરવું જોઈએ તે વિષે સુંદરમાં સુંદર પ્રવચન કર્યું છે. જગતને દરેક મનુષ્ય પછી તે હિંદુ હે કે મુસ્લીમ હે, ઈસાઈ હો કે શીખ હૈ, યહુદી છે કે પારસી હો, બધા જ કઈને કઈ ધર્મનું આરાધન કરે છે. શરીરને આત્માની જેટલી જરૂર છે, મુખને નાકની જેટલી જરૂર છે; તેટલી જ જરૂર છે જીવનને ધર્મની. કોઈ સુંદરી સોળ શણગાર સજીને ઊભી હોય પણ જે તેને ઘુંઘટ ઉઘાડતાં નાક ન હોય તે કેવું લાગે ? ખરેખર ધર્મરહિત જીવન પ્રાણુ વિનાના કલેવર જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org