________________
પૂર્વ રંગ થોડે દૂર આવેલા ભેડા ગામે જઈને સ્થિર રહ્યા અને બાકીને આચાર્ય તથા સાધુઓ નિયત સમયે દહેગામ પહોંચી ગયા.
દહેગામના શ્રાવકેની ભક્તિ સુંદર હતી. વળી આગળના વર્ષમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનું ચાતુર્માસ અત્રે થએલું હેવાથી તેમના સંસ્કારોમાં ઉત્સાહની અત્યંત વૃદ્ધિ થઈ હતી. તેથી પિતાના આંગણે આ અમૂલ્ય અવસર આવેલે જાણું તેને લેવાય તેટલે લહ લેવા કમ્મર કસી હતી.
અમદાવાદ જેન યુવક સંધના કાર્યકર્તાઓએ પણ આ મંત્રણ પરિષદને સફળ બનાવવા બને તેટલી જહેમત ઉઠાવી હતી. અને મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી નાદુરસ્ત તબિયત છતાં આખી પરિસ્થિતિને મજબુત રીતે સાચવી રહ્યા હતા, અને તેઓ, દહેગામ આવતા મુનિરાજોનું સ્વાગત કરવા દહેગામ પહોંચી ગયા. - દહેગામ મંત્રણે પરિષદના કાર્યક્રમે સુધારક પક્ષનું ભારે આકર્ષણ કર્યું હતું અને તેથી દૂર દૂરથી કેટલાક આગેવાન શ્રાવકે પણ તેમાં ભાગ લેવાને વખતસર આવી પહોંચ્યા હતા. મંત્રણ દિન પહેલે તા. ૨૫-૨-૩૪
આજનું દહેગામ અપૂર્વ દેખાતું હતું. ઘણાખરા સાધુ મહારાજાઓ અહીં પધારી ગયા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પણ પિતાના વિદ્વાન શિષ્ય અને જુદા જુદા સમુદાયના પ્રતિનિધિઓ સાથે આજે દશ વાગે પધારવાના હતા. પધારેલા સાધુવર્યોમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી, મુનિરાજશ્રી જયંતવિજયજી, આચાર્ય શ્રી રિદ્ધિસાગરજી, ઉ૦ સિદ્ધિમુનિજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org