________________
પ્રકરણ ૭ મું
દહેગામ-મંત્રણ ભારતવર્ષના ભિન્ન ભિન્ન ભાગમાંથી સાધુ સમુદાય અમદાવાદ તરફ આવી રહ્યો હતો. જેઓ દૂર હતા તેઓ ઝડપી વિહાર કરતા હતા ને નજીક હતા તેઓ ધીમે ધીમે વિહાર કરતા હતા. તેઓને કે ઈ સ્થળે અમદાવાદના શ્રાવનો મેળાપ થતું કે પ્રશ્નપરંપરાની ધારા છુટતી, તેમાં કેટલીક વાર તે મેંમાથા વિનાના સમાચાર પણ કહેવાતા અને તેથી ગુંચવાતું કોકડું વધારે ગૂંચવાતું. જ્યારે આ બધા સાધુઓએ સાંભળ્યું કે કઠની મંત્રણ પડી ભાંગી છે, ત્યારે તેમના કુતુહલને પાર રહ્યો નહિ. કોઈ તે બનાવને વિજયનેમિસૂરિની ઓસરતી સત્તાનાં ચિહ રૂપે ગણવા લાગ્યું, તે કઈ તેને શ્રી વિજ્યદાનસૂરિના સંધાડાની એક ભેદી રમત લેખવા લાગ્યું
આ પ્રસંગે ઉદારમતવાદી સાધુઓ પૈકીના એક મુનિ વિદ્યાવિજ્યજીને લાગ્યું કે આવા વિચિત્ર સંગેમાં આપણે કંઈ પણ સંગીન કામ કરવું હોય, તે કેટલીક પ્રાથમિક મંત્રણા કરી લેવી જોઈએ. આ વખતે મુનિ વિદ્યાવિજયજી અમદાવાદમાં હતા. તેમણે અમદાવાદમાં જુદે જુદે ઠેકાણે અનેક ભાષણ
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org