________________
વલેવાતું વાતાવરણ મેં મારા તે લખાણમાં જણાવેલી, પરંતુ આ વાંચીને કંઈક ભાઈઓએ હાલના રાજનગરના સંઘપતિ એ હિંબા સકળસંધના સંધપતિ છે કે કેમ, એ બાબતમાં ચર્ચા ઊઠાવી છે. સ્વભાવિક રીતે જ જણાય છે કે ચર્ચા ઉઠાવનારાઓ અજ્ઞાન છે અને તેઓને મુનિસંમેલન દ્વારા જૈન સમાજમાં શાંતિ થાય એ
ચતું નથી. તા. ૧૪-૧ર-૧૯ ના રોજ અમદાવાદમાં હિંદુસ્તાનના સકળ સંધના શ્રાવક સમુદાયના મેમ્બરોની એક મહાસભા મળી હતી. આ સભામાં ભાવનગરના જાણીતા ધર્મપ્રેમી આગેવાન વેરા અમરચંદ જસરાજની દરખાસ્ત અને યેવલાવાળા શેઠ દામોદર બાપુભાઈના ટેકાથી સર્વાનુમતે અમદાવાદના નગરશેઠને એ મહાસભાના અધ્યક્ષસ્થાને નિયત કર્યા હતા. આ નિમણુંક કરતા નગરશેઠ સાહેબે અને તેમના મરહુમ પૂર્વજો શેઠશ્રી શાંતિદાસ વગેરેએ જૈન ધર્મ અને સમાજની કરેલી અપૂર્વ સેવાઓની યાદ આપવામાં આવી હતી. આ પ્રમાણે તે પ્રકારની રેગ્યતાથી સને ૧૯૧૨ માં હિંદના સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે નીમાયેલા માનનીય ગૃહસ્થ માટે કોઈ બેજવાબદાર વ્યક્તિઓ ગમે તેમ બેલે કે લખે તેની જૈન સમાજને લગરે કિંમત નથી. અને હિંદભરને જૈન સમાજ પ્રેમપૂર્વક મહાપુણ્યશાળી શેઠ શ્રી શાંતિદાસના વંશજને પિતાના પ્રમુખ ગણે છે, એ ભાવનામાં રજમાત્ર ફેર પડવાને નથી. સને ૧૯૧૨ પછી હિંદુસ્તાનને સકળ સંધ એકત્રિત થયો નથી અને બાવીસ વર્ષના ગાળામાં ઘણા પ્રસંગોએ અમદાવાદના નગરશેઠ સાહેબને હિંદના સકળ સંઘના પ્રમુખ તરીકે જેન પ્રજાએ સ્વીકાર્યા છે. આશા છે કે સત્ય વસ્તુ ન જાણવાને લીધે ચર્ચાઓ ચલા ભાઈઓ આ ટૂંક ખુલાસો વાંચી નિરર્થક ચર્ચા બંધ કરી સમયનો સદુપયોગ કરશે.”
પV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org