________________
પચા અવલોકન આ પ્રશ્નને વિચાર કરવા લાગ્યા. જે આ કારણે કંઈ પણ પગલું ભરવામાં આવે તે બે પ્રચંડ પક્ષે પડે તેવી સ્થિતિ સ્પષ્ટ જણાવા લાગી.
મુંબઈ ઇલાકાના ઘણાં ખરાં દૈનિકમાં આ સંબંધી અગ્રલેખ લખાયા ને નગરશેઠને કોઈ પણ ઉતાવળિયું પગલું નહિ ભરવાની સૂચના કરી. છતાં શ્રી વિજયનેમિસૂરિ અને શ્રી નગરશેઠ ન સમજ્યા. સંસાયટી પક્ષ (જે રામવિજય પક્ષ તરીકે પ્રસિદ્ધ છે) ની ખુમારી ખૂબ હતી, અને તેથી વાત આગળ વધી.
તા. ૧-૮-૩૬ને રોજ અમદાવાદ શ્રી સંઘની બેઠક ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો, અને તે માટે તા. ૨૭––૩૬ને રેજ સંપૂર્ણ આપખુદી દર્શાવતે તાર કરી, કશીય વિગત જણાવ્યા વિના શ્રી પરમાણુંદને સંધ સભામાં હાજર રહેવાની સૂચના કરી. શ્રી પરમાણંદ તે વેળા કલકત્તા હતા. તેમનાં પત્ની શ્રીમતી વિજયાએ તે ખબર નગરશેઠને આપ્યા. પરિણામે તારીખ બદલાણી. તા. ૯-૮-૩૬ના રોજ સંઘની બેઠક બેલાવવાનું નક્કી થયું. આ અંગે અમદાવાદના ઉદાર મતવાદીએએ પિતાને મત દર્શાવવા તા. ૬–૭–૩૬ને રોજ હંસરાજ પ્રાગજી હોલમાં સભા ગોઠવી. આમાં રૂઢિચુસ્તએ ધાંધલ મચાવ્યું, પણ કંઈ વળ્યું નહિ. બીજે દિવસે તે સ્થળે તેજ અંગે મેટી સભા મળી અને આ પ્રકરણમાં નગરશેઠે પક્ષપાતી વલણ અખત્યાર કરેલી હોવાથી; શ્રી પરમાણંદને ઇન્સાફ કરવાને તેમને કેઈ અધિકાર નથી, તેવી જાહેરાત થઈ. તેમજ તેને લગતા બીજા ઠરાવે પણ કરવામાં આવ્યા. સાધુસમુદાયમાં પણ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org