________________
પ્રકરણ ૪થું
અગત્યની સૂચનાઓ સાધુસંમેલનની જાહેરાત સાથે જૈન સમાજમાં એક અજબ ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. ગૃહસ્થાને આમાં પૂર્ણ ઈતેજારી હતી. તેઓ આની છડેચોક ચર્ચા કરી રહ્યા હતા. સાધુઓમાં તે જબરે ખળભળાટ જાગ્યો હતો. અવનવા તર્કો અનેક પ્રકારની શંકાઓ ને વિવાદ ઉપાશ્રયે ઉપાશ્રય શરૂ થયા હતા. તેમાં પણ સાધુસંમેલનના પ્રશ્નમાં મૂળથી રસ લેનાર મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ સાધુસંમેલન અંગે કેટલાક મનનીય લેખ લખવા શરૂ કર્યા અને તેની સફળતા માટે શું શું કરવું જરૂરી છે, તેની વિશદ ચર્ચા શરૂ કરી.
એક મનનીય લેખમાં તેઓએ જણાવ્યું કે
“સંમેલન સાધુસંસ્થાના ઉદ્ધાર માટે ભરવાનું છે. ખાલી રમત કરવાને માટે કે એક બીજાના મુખડાં જેવા માટે કંઈ ભરવાનું નથી. લગભગ પંદરસો વર્ષે—અને તે પણ આ વીસમી સદીના જમાનામાં ભરવા ધારેલા આ સમેલનની અગત્યતાને જેઓ થોડે પણ ખ્યાલ કરશે તેઓ જોઈ શકશે કે આ કાર્ય કંઈ સહેલું નથી. એક બીજા સાધુઓ એક બીજાને વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org