________________
કાર્યવાહી - સાધુ-સાધ્વીઓ ઉપર તેમના સંધાડાના વડીલની કુલ સત્તા છે
કારણ વિશેષે આચાર્ય અગર સંધાડાના વડીલની આજ્ઞાથી શ્રાવક સંધ તે સંધાડાના સાધુ-સાધ્વી પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકશે. તેમજ કઈ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે, તે તે સમયે શ્રાવક સંઘ ઊચિત કરી શકે છે, પણ આને દુરુપયોગ થ ન જોઈએ. ૪–સાધુઓની પવિત્રતા સંબંધી
૧. સંધાડાના વડીલે પિતાના સંધાડાના સાધુ–સાખીના બ્રહ્મચર્યાદિ યતિધર્મની વિશેષ રૂપે નિર્મળતા વધે તેવા દરેક પ્રયત્ન કરવા.
૨. એક સમુદાયને સાધુ બીજા સમુદાયમાં જાય, તો તેને ગુરુ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખે નહિ. કેવળ અભ્યાસ કરાવી શકાય.
૩. જે સાધુનો વડીલ કેઈ ન હોય તે સાધુને યોગ્ય દેખે, તે બીજા સમુદાયવાળે રાખી શકે.
ઉપરની બન્નેય કલમો સાધ્વીજીને પણ લાગુ થઈ શકે છે.)
૪. બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું એગ્ય નથી.
૫. કેવળ સાધ્વી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરે નહિ. પ-તીર્થ સંબંધી
૧. તેના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિ માટે સાધુઓએ વિશેષરૂપે ઉપદેશ આપે.
૨. તીર્થોમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તેવો ઉપદેશ આપવો.
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org