________________
દિવસ ચાત્રીસમો શ્રી વિજયદર્શનસૂરિ વગેરેએ એક જ પંક્તિમાં પિતાની બેઠક લીધી હતી.
મંગળાચરણ કર્યા બાદ શ્રી વિજ્યનેમિસુરિજીએ પ્રારંભનું નિવેદન સંભળાવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે–
“અમદાવાદના નગરશેઠના પ્રયત્નથી અને અમદાવાદના શ્રીસંધના ઉત્સાહભર્યા આમંત્રણથી અહીં ૪૫૦ જેટલા સાધુઓ તથા ૭૦૦ જેટલી સાધ્વીઓ અને હજારે શ્રાવકો તથા શ્રાવિકાઓ આવ્યાં હતાં. તેમાં શરૂઆતમાં કામકાજ કરવા બહેતર જણાની કમીટી નીમાઈ હતી. તેણે ત્રીસ સાધુઓનું મુનિમંડળ મુકરર કર્યું હતું; અને તેમણે અગિયાર મુદ્દાઓ ચર્ચવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ચાર જણની કમીટીને એ વિષે કાચ ખરડે તૈયાર કરવાનું સુપ્રત થયું હતું, જે મુજબ તેઓએ ખરડે તૈયાર કરી ત્રીસની કમીટીને સોંપ્યા હતા. તે ખરડા પર કેટલીક ચર્ચા ચલાવ્યા બાદ નવ જણની કમીટીને સર્વ સત્તા સાથે ચુંટવામાં આવી હતી. તેણે શાસ્ત્રષ્ટિને નજર આગળ રાખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી જે ઠરાવ કર્યો છે, તે તમારી સમક્ષ જાહેર કરવામાં આવે છે.”
ત્યારબાદ નીચે મુજબ ઠરાવો વંચાયા હતાઃ શ્રી મુનિસંમેલનના નિર્ણ
સંવત ૧૯૯૦ ફાગણ વદ ૩ રવિવારતા. ૪ માર્ચ ૧૯૩૪ ને દિવસે શ્રી રાજનગર અમદાવાદ શહેરમાં નગરશેઠ શ્રીમાન કસ્તુરભાઈ મણિભાઈના શુભ પ્રયાસથી અને રાજનગરના સકલ શ્રી સંઘના માનભર્યા આમંત્રણથી જુદા જુદા સમુદાયોના મુનિ મહારાજાઓનું સંમેલન આનંદપૂર્વક એકત્રિત થયું. જેમાં
२११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org