________________
સત્તાવીસ દિવસ ચૈિત્ર સુદ ૧૫, શુક્રવાર તા. ૩૦ માર્ચ, ૧૯૩૪
દીક્ષાને સળગતો પ્રશ્ન પૂરું થયાનું મનાતું હતું, પણ સાધ્વીઓને પ્રશ્ન છોડી દેવાથી તે પ્રશ્ન પણ અધૂરો રહ્યો રહતે. અને બીજે સળગતો પ્રશ્ન દેવદ્રવ્યને હાથ ધરવામાં આવ્યા હતા, જે શાસ્ત્રની ચર્ચામાંથી પસાર થયો હતો. આ આખો દિવસ એની જ ચર્ચા કરવામાં વ્યતીત ચ હતો. સાગરાનંદસૂરિજી-દાનસૂરિજી વગેરે રૂઢિના ચીલા મજબૂત કરવા કમ્મર કસી રહ્યા હતા. ચર્ચા કેટલીકવાર ગરમાગરમ બની જતી હતી. પ્રકીર્ણ
આજે લગભગ સાડાચાર વાગે નગરશેઠના વંડે ઉપાધ્યાયાયા શ્રી દેવવિજયજી, મુ. પુણ્યવિજયજી, મુત્ર વિદ્યાવિજયજી, મુ. દર્શનવિજ્યજી તથા મુ. હેમેન્દ્રસાગરજી; એમ પાંચ જણાનું ડેપ્યુટેશન ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે “અમે એમ સાંભળ્યું છે કે–આપે સાથીઓનો પ્રશ્ન છોડી દીધે તે તે ઠીક નથી થયું. આજે એ માટે બહુ કડક નિયમો બનાવવાની જરૂર છે કે જેથી તેની પવિત્રતાની રક્ષા થાય વગેરે.” વિજયનેમિસુરિ જીએ એને વળતે જવાબ આપતાં જણાવ્યું હતું કે “અમે એ પ્રમ છોડી દીધું નથી. એને વિચાર ચાલી જ રહ્યો છે.
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org