________________
દિવસ બાવીસ કે પ્રેમભાવ વધે છે, પરંતુ એટલાથી આપણી કાર્યસિદ્ધિ નથી. સમાજ આપણું પાસેથી મેટી આશા રાખી રહ્યો છે. આપણે દુનિયાની સમક્ષ કાંઈ જાહેર કરવું જ પડશે. આપણે આશાવાદી છતાં દિવસો જતાં આપણામાં નિરુત્સાહ થત જશે. આજે બે મેમ્બરે નથી આવ્યા, કાલે બીજા નહિ આવે, કોઈ વિહાર કરવાનું શરૂ કરી દેશે. આમ બધું વિખરાઈ જાય એ ઈચ્છવા ગ્ય નથી. માટે ત્રીશે મેમ્બરને પૂછી લેવામાં આવે કે પરિવર્તન કરવું જરૂરનું છે કે નહિ ? “હા” “ના”ને જવાબ લે!
ઉ૦ દેવવિજયજી-પણ તે પૂછે કેણુ? વિદ્યાવિજયજી–તમે જ પૂછો.
પુણ્યવિજયજી–મને લાગે છે કે કોઈ સ્પષ્ટ બેલી શકતા નથી. હું માનું છું કે અત્યારે જે મતભેદ પડે છે, તે અત્યારની આ પરિસ્થિતિ જોતાં સુધરે તેમ લાગતું નથી. હું શરૂથી જ એ ધારણ ઉપર હ; અને તેવું જ લેખમાં લખેલું હતું. બે પક્ષમાંથી કોઈ પણ પક્ષ સંમેલન કે સંધના હિતની ખાતર પિતાના પક્ષને જ કરે , બીજે પક્ષ તેને ઉતારી પાડવા જ કાશીશ કરશે. અત્યારની છાપામાં લખવાની સ્થિતિને અંગે મને ઉપર પ્રમાણે લાગે છે. પાછળથી પણ મને શાંતિ જળવાઈ રહે તેમ લાગતું જ નથી. માટે કઈ રીતે સંમેલનને સંકેલી લેવું. તેને રસ્તે લે. વિદ્યાવિયજી કહે છે કે પ્રેમ વધે છે પણ હું તે માનતા નથી. તે ઉપલક જ છે. અંદર તે નથી. અત્યારના વાતાવરણ પ્રમાણે ભવિષ્યમાં સં૫-શાંતિ જળવાઈ રહે તેમ લાગતું નથી. માટે ભાવિના સં૫શાંતિ કેમ જળવાઈ રહે તે ઉપર જ વિચાર કરવામાં આવે તે પણ ઘણું જ ઠીક કહેવાશે.'
૧ ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org