________________
કાર્યવાહી અનુમોદનમાં કહું છું; કે આપણું સંમેલન તરફ બધા મીટ માંડી રહ્યા છે. સંમેલનને ઉદ્દેશ પ્રારંભથી જ અનિચ્છનીય વાતાવરણ દૂર કરવાને છે. દીક્ષાના અનેક પ્રસંગે બહાર આવ્યા છે માટે ફેરફારની જરૂર છે. શાસ્ત્રમાં બાધ ન આવે, સાધુસંસ્થા સુધરે, સડો દૂર થાય, સાધુઓ દુનિયામાં સારી છાપ પાડી શકે કે અમે કાંઈ કર્યું એ પ્રમાણે થવું જ જોઈએ. આચાર્ય મહારાજે કહ્યું હતું તેમ આટલા દિવસના સમેલનથી વધારે હળતામળતા થયા વગેરે લાભ થયો છે, પણ દુનિયા આપણી પાસેથી વધારે ચાલી રહી છે, મીટ માંડી રહી છે. માટે જે કાંઈ શ્રી પુણ્યવિજયજીએ કહ્યું તે ઉપર ખાસ લક્ષ આપવાની મારી પ્રાર્થના છે.
પુણ્યવિજ્યજી–આ રીતે અસ્પષ્ટ રીતે કાંઈ કામ ચાલવાનું નથી, પણ આ દીક્ષાની ક્લમેમાં જે પહેલી કલમ છે, તે સંબંધમાં દેશકાલને લઈને કાંઈ પરિવર્તન થઈ શકે કે કેમ ? પૂર્વકાળમાં પરિવર્તનો થયાં છે. હાલમાં થાય છે, તે અત્યારની સ્થિતિમાં પરિવર્તન થઈ શકે કે કેમ, તે માટે સ્પષ્ટ ખુલાસે કરવો જોઈએ. આમ મૌન રાખીશું તે કલાકે વીતી જશે, કામ થશે નહિ. જે પરિવર્તન ન જ થઈ શકે તેમ હોય તે આગળ જે જે પરિવર્તને થયાં છે, તે શા કારણે? અને અત્યારે ન જ થઈ શકે તેમાં શું કારણ તે સ્પષ્ટ થવું જોઈએ.
આ વખતે ઉ૦ દેવવિજ્યજીએ એક છાપામાંથી લેખને ભાવાર્થ વાંચી સંભળાવ્યો કે જે સાધુ સંમેલન કાંઈ સુધારા નહિ કરે તે, બ્રિટીશ સરકાર દીક્ષાના વિષયમાં કાયદો કરશે. (ત્યારબાદ પાંચ મિનિટ સુધી મૌન ચાલ્યું.)
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org