________________
વીસમે દિવસ ચૈત્ર સુદ ૮, શુક્રવાર તા. ૨૩ માર્ચ, ૧૯૩૪
આજે ૧-૨ મિનિટ સાધુ સંમેલનની બેઠકને પ્રારંભ થયો હતો. શરૂઆતમાં શ્રી વિજયનેમિસુરિજીએ મંગળાચરણ કર્યા બાદ દીક્ષાને લગતા પ્રશ્ન દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની દ્રષ્ટિએ ચર્ચાવાને બદલે પ્રારંભમાં જ ના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
ઉ. દેવવિજયજી—આપણે શાસ્ત્ર દૃષ્ટિએ વિચાર કર્યો, પણ અનિચ્છનીય વાતાવરણ દૂર કરવા માટે શેઠ આ૦ ક. ની પેઢીના પ્રતિનિધિઓ અને નગરશેઠની રૂબરૂમાં હવે વિચાર થાય તે વધારે ઠીક. કારણ કે આ બધા ઠરાવ મનાવાના તે શ્રાવકો પાસે જ છે. માટે તેમની રૂબરૂમાં જ આ ઠરાવ થાય તે બહુ જ સરળતા થઈ શકશે. બાકી જેટલા ઠરાવો આપણે કરીશું તે બધા સ્થાનિક સંઘોએ જે ઠરાવ કર્યા છે, તેની આગળ તે કાગળિયામાં જ રહેશે. વીશનગરની એક બાઈ પાલણપુર દીક્ષા લેવાની હતી. એક શ્રાવક ઘણે જ ધર્માત્મા હતું અને બીજો શ્રાવક પણ ભેગી દીક્ષા માટે પાલણપુર આવ્યો. પણ ત્યાંના સંઘના ઠરાવની રૂઇએ રજા વિના તેમણે ના પાડી. એક જણને રજા મળી. બીજાને રજા ન મળી તેથી દીક્ષા ન થઈ. તેને મારવાડમાં આપવી પડી. માટે સ્થાનિક ગંધવાળાને શાંતિ થાય એટલા માટે ગૃહસ્થોની રૂબરૂમાં કરાવો
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org