________________
ચદમો દિવસ ચૈત્ર સુદ ૨, શનિવાર તા. ૧૭ માર્ચ, ૧૩૪
આજે સવારે પાંજરાપોળના ઉપાશ્રયમાં ઘણું સાધુઓ એકઠા થયા હતા. લગભગ ત્રણ કલાક સુધી અહીં વાટાઘાટ ચાલ્યા બાદ, સંમેલનમાં ચર્ચવાના અગિયાર મુદ્દાઓ નવ જણની કમિટિને સેંપી દેવા, અને તેઓ ઠરાવને ખરડે ઘડી, ત્રીશની કમિટિ આગળ રજૂ કરે એમ કરાવ્યું હતું. આ નવ વ્યક્તિઓ નીચે મુજબ હતી.
(૧) શ્રી વિજયનેમિસૂરિ (૨) શ્રી સાગરાનંદસૂરિ (૩) શ્રી વિજયનીતિસૂરિ (૪) શ્રી વિજયવલ્લભસૂરિ (૫) શ્રી વિજ્યભૂપેન્દ્રસૂરિ (૬) શ્રી સાગરચંદ્રજી (પાયચંદ ગવાળા) (૭) મુનિ શ્રી વિદ્યાવિજયજી (૮) શ્રી વિજયસિદ્ધિસરિ (૯) પં. રામવિજયજી.
પ્રારંભ
આજે લગભગ દેઢ વાગે બધા સાધુઓ મંડપમાં આવી ગયા હતા. પ્રારંભમાં શ્રી વિજયનેમિસૂરિજીએ સાગરાનંદસૂરિજીને
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org