________________
દિવસ તેરમો માટે જ છે. ધર્મબિન્દુની વાત તે તમે વિશેષપુરુષ માટે બતાવી છે, પણ તે ઠીક નથી. મારા મત પ્રમાણે તે ધર્મબિન્દુની વાત સામાન્ય દીક્ષા માટે છે. શાસ્ત્રો બધાં માન્ય છે. હવે તે આગળ વિચાર કરવો હોય તો કરે.
પં રામવિજ્યજી—ધર્મબિંદુના પાઠને માન્ય રાખી શાસ્ત્રના પાઠ સંગત કરાય તો સારું. સોળ વર્ષ પછી દીક્ષા આપવામાં દોષ નથી. સોળ વર્ષ પહેલાં માતાપિતાને સમજાવવા પ્રયત્ન કરે છતાં ન માને તે દીક્ષા લે. એમ માનવામાં આપને કંઈ હરકત છે ? (સાગરાનંદસૂરિજી પ્રતિ) આપ આ માટે કાંઈક વ્યવસ્થા કરે અને આજે પ્રશ્ન દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવનો કરાય છે તે પણ શાસ્ત્રની દૃષ્ટિએ વ્યવસ્થિત કરે.
સાગરાનંદસૂરિજી–દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ કે નથી માનતું? મહાવ્રતમાં પણ વ્યક્ષેત્ર કાળભાવ છે.
ડીવાર બધાએ મૌન રહ્યા. આ વખતે પં. ધર્મસાગરજી અને પં૦ રામવિજયજીએ ફરી છાપાંઓના વિરોધ માટે ત્રીશની સહી કરવાની વાત ઉપાડી. અઢાર વર્ષની ઉંમર જ જોઈએ - માણેકમુનિજી—તમે સેળ કે ગમે તેમ કરે, પણ હું તે અઢાર વર્ષ પહેલાંની ઉંમરવાળાને દીક્ષા ન આપવાના વિચારને છું. તેમ થશે તે હું સહી કરીશ. શાંતિવિજયજીને માટે ઠરાવ થયો તેમાં બધાને મત હતો, પણ તમે વિરોધ કર્યો તેથી ઊડી ગયે.
ભૂપેન્દ્રસૂરિજી–ભગવાનના વચનને વાંધો ન આવે અને સર્વાનુમતે પાસ થાય તે કરે. બાકી ડાં પુસ્તકનાં પ્રમાણ
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org