________________
અનિચ્છનીય વાતાવરણ કોણ સાંભળે? એટલું જ નહિ પરંતુ એવી વિજ્ઞપ્તિઓ અને આજીજીઓને “ધર્મભ્રષ્ટોને પ્રલાપ યા “નાસ્તિકના મંતવ્ય ગણવામાં આવે તેમાં પણ કંઈ આશ્ચર્ય જેવું નથી ! - સાધુસંસ્થાનું વાતાવરણ ધીમે ધીમે વધારે અનિચ્છનીય બનતું જાય છે, શિથિલાચાર પ્રથમ કરતાં વધારે જોર પકડે છે, અંદર અંદરના વિખવાદો વધુ કટુ બને છે, માનાપમાનના ઝગડા ઘણા તીવ્ર થાય છે, કઈ કોઈનું સારું જોઈ શકતા નથી. એથી સમાજના હૃદયમાંથી તેમના માટેની માનવૃત્તિ ઝપાટાભેર ઘટતી ચાલે છે. જો કે આ પરિસ્થિતિમાં પણ કેટલાક સાધુએ નવીન ભાવનાથી રંગાઈ સાહિત્ય ને શિક્ષણપ્રચાર માટે ખૂબ જહેમત ઉઠાવે છે ને એકંદરે સારી પ્રગતિ કરે છે પણ તેમનું બળ રૂઢિચુસ્તોના પ્રમાણમાં અ૯પ હેઈ તેમજ જીવનમર્યાદા ટૂંકી રહેવાને કારણે સમાજ પ્રગતિ કરી શકતું નથી. એટલે સાધુઓ વધવા છતાં, ધર્મોત્સવ વધારે થવા છતાં, પુસ્તકે વધારે પ્રકાશિત થવા છતાં સામુદાયિક ઉત્થાન થતું નથી.
ચારિત્રની ખોટ એ એવી મહાન બેટ છે કે તે કોઈ પણ થતુથી પૂરી શકાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org