________________
પૂર્વ પણ સમય જતાં એ સ્થિતિમાં ફેરફાર થયે. સંધસત્તાઓ નબળી પડી, મતભેદોએ જન્મ લીધે, સમાજ અનેક ટૂકડાઓમાં વહેંચાતે ગયો. જ્ઞાનચ ઓછી થઈ, શાસનપ્રેમને દીપક ઝાંખે પડ્યો અને સૌથી વધુ અનિષ્ટ એ થયું કે શાસનને પ્રારંભથી જાળવી રાખનાર મહાન પ્રભાવક શ્રમણ સંસ્થામાં શિથિલાચાર દાખલ થયો અને અનેક વિધ પ્રયત્નો કરવા છતાં તે “ચત્યવાદ સુધી પહોંચી ગયો. ચિત્યવાદીઓમાં સાધુપણાનું કોઈપણ તત્ત્વ શેષ રહ્યું નહિ. તેઓ ગૃહસ્થ કરતાં પણ પતિત જીવન ગાળવા લાગ્યા.
શ્રી હરિભદ્રસૂરિજી જેવા વીર પુરુષે તેમને પ્રચંડ સામને કર્યો અને તેમનું જોર નરમ પડી ગયું; છતાં તે છેક નષ્ટ ન થયું. તેઓની અસર એક યા બીજા સ્વરૂપમાં અમુક પ્રમાણમાં રહી ગઈ અને તેથી આનંદવિમળસુરિ અને શ્રી સત્યવિજયજી પંન્યાસ જેવા ભડવીરોને ક્રિોદ્ધારની હાકલ કરવી પડી. ત્યાર પછીના આચાર્યોને પણ એ શિથિલાચાર સામે મોરચો માંડવા કેટલાક સંઘપદકે કરવા પડ્યા; એ રીતે ચૈત્યવાસીઓની અસર નાબુદ કરવાને લગભગ ૧૦૦૦ હજાર વર્ષ જેટલો સમય નીકળી ગયો.
આ સડે સાફ કરવામાં જેનાચાર્યોની ઘણુ શક્તિ નષ્ટ થઈ એટલે તેઓ બહારના બળાને પ્રતિકાર કરી શક્યા નહિ, અને તેનું પરિણામ એ આવ્યું કે વૈદિક ધર્મને ખૂબ પ્રચાર થયો ને લાખ જેને તેમાં ભળી ગયા.
પરંતુ સમયની કુટિલતા એટલેથી જ અટકી નહિ. શ્રમણસંસ્થામાં નાના નાના મતભેદને કારણે અનેક ગચ્છે ને મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org