________________
કાર્યવાહી
એક સાધુ–કાલે પ્રવેશ કરતાં એક ગ્રુપમાં પ્રવેશ કર્યો ન હતે. જુદા જુદા ગ્રુપમાં પ્રવેશ કર્યો હતે. કેણ કેના તરફથી?
વલ્લભસૂરિજી–આ બધા મહાનુભાવ જેમની સાથે આવ્યા, એવા તે ત્રણ ભેદ હતા.
સિદ્ધિસૂરિજીના પક્ષના એક સાધુ–અમારી તરફથી શ્રી વિજયસિદ્ધિસૂરિજી.
નેમિસુરિજી–અમારી તરફથી હું, તમારી તરફથી કોણ?
એક સાધુ–(વલ્લભસૂરિજી પ્રતિ) છાપામાં તમારી તરફથી વિજ્યનીતિસૂરિજી નિમાયાના સમાચાર મળ્યા હતા.
વલભસૂરિજી–એ તે દહેગામ સમિતિને માટે વાત હતી, મહાસંમેલનની નહિ.
૫. રામવિજ્યજી–અહીં સમાચારી–મુહપત્તિની વાત કરવાની નથી. જેમ દહેગામવાળાઓએ નીતિસૂરિજી દ્વારા શેઠ ઉપર કાગળ લખાવ્યું તેમ બધું કામ નીતિસૂરિજીને સેંપી દેતા હોય તે સારું. બે વાગ્યા છે માટે બે પ્રતિનિધિ
લક્ષણવિજયજી–બે વાગ્યા છે માટે બે આમ, બે આમ ને બે આમથી પ્રતિનિધિઓ લે!
રંગવિમલજી—દરેક સમુદાયના બબ્બે પ્રતિનિધિઓ હેય તે સારું
નેમિસુરિજી—ગમે તે રસ્તે કાઢો.
વલ્લભસૂરિજી—વિષય વિચારિણી સમિતિ નીમે છે જે વિશે ચર્ચવા હેય તે નક્કી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org