________________
કાર્યવાહી પ્રમુખપદની ચર્ચા
એક સાધુ–પણ કરે કોણ ? એક નાયકની જરૂર છે. નાયક વગર કામ કેમ થાય? એક પ્રમુખ કરવો જોઈએ. સભાના નાયકની વાત થવી જોઈએ. તે સિવાય નિર્ણય કેમ આવે?
પ્રીતિવિજયજી—આવી સામાન્ય વાતને નિવેડે ન આવે એ બહુ શરમની વાત છે.
(થેકડીવાર મૌન. એ વખતે શ્રી વિજયનેમિસુરિ અને સાગરાનંદસૂરિજી વચ્ચે ખાનગી મંત્રણું ચાલી. સવા બે વાગતાં કેટલાક સાધુઓ અકળાઈને ઊભા થયા ને ફરવા લાગ્યા.)
લબ્ધિસૂરિજી–બધામાંથી બે બે પ્રતિનિધિઓ લેવામાં પણ, વિષયો લેવામાં મતભેદ પડશે. એટલે જે વિષય શાસ્ત્રીય નથી તેમાં બહુમતીથી કામ કરવું ને બાકીના ફેંકી દેવા. અને જે જે શાસ્ત્રીય વિષય છે તેમાં બહુમતીની પણ જરૂર નથી.
માણિક્યસિંહસૂરિજી—આ વિષયે શાસ્ત્રીય છે કે નહિ, એને નિર્ણય કેણ કરે ?
લબ્ધિસૂરિજી–આચાર્ય, ઉપાધ્યાયે કે પંન્યાસ હોય તે.
પં. રામવિજયજી–જેમાં જે આગેવાન હોય તે આગળ આવે. આપણે સમિતિ બમિતિનું નામ રાખીને કરવું છે શું ? કામથી કામ છે.
( ત્યાર પછી એમની અને સાગરાનંદસૂરિજીની વચ્ચે મંડળ અને સમિતિ સંબંધી ચર્ચા ચાલી)
સાગરાનંદસૂરિજી–પાંચ આગેવાનોએ ખાનગી વિચાર કરે હેય તે જુદો ઓરડે છે.
૫. રામવિજયજી –ચાર હોય કે પાંચ, એ કંઇ મુખ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org