________________
કાર્યવાહી તેને વિચાર કરવો જોઈએ. નિર્ણયને નહિ.”
રંગવિમળજી–આવા શબ્દમાં ચાર વાગશે. પ્રાચીન કાળની પદ્ધતિ સમજાવે તે ખરા ! જુની પદ્ધતિ તે આપે સમજાવવી જોઈએ. (પરંતુ એ સંબંધી કોઈ તરફથી કોઈ ખુલાસે થશે નહિ) ગમે તે પદ્ધતિ છે, પણ કાર્ય કરે !
નેમિસુરિજી–પ્રાચીન કે અર્વાચીન ગમે તે પદ્ધતિ લે! આપણે તે કામ કરવું છે. સામે પ્રશ્ન કરશે તે એને અંત નહિ આવે. ભેગા થઈને નિર્ણય નહિ કરીએ તે છાપાથી શું થવાનું હતું? ચાલે! જે વાત મુદ્દાની છે તેને નિર્ણય થાય તે સારું. આ તે નકામે કાળ વીતે છે. ભાઈઓ ! મારી તે આ સૂચના માત્ર છે, આપણા સાધુઓમાં જે વાત થાય તે બહાર ન પડવી જોઈએ.
(શ્રી વિજયનીતિસૂરિજીએ આ બાબતને ટકે આ.)
નેમિસૂરિજી—કાઈ ગચ્છ યા સમુદાયને અન્યાય ન મળવા જોઈએ, એ સહુની ઈચ્છા છે.
રંગવિમળ –પાંચ આચાર્યો મળીને કરી લો ને?
વલ્લભસૂરિજી–નિર્ણય ન થઈ જાય કે કેવી રીતે કામ લેવું; તે પછી શું બની શકશે? દરેક ગચ્છના બે પ્રતિનિધિ લો !
શ્રી નેમિસુરિજી અને સાગરાનંદસૂરિજીએ વચ્ચે એક છીંકણીની ડબી રાખી હતી, જેમાંથી બને છીંકણું સુંઘતા હતા, તે સુંઘતાં સુંઘતાં શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું: “પ્રતિનિધિ દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org