________________
મતિજ્ઞાન
કરતાં શીખવવાનું છે. કુમાર રોહકે તે કૂકડા પાસે મોટું દર્પણ મૂકયું. પેલે કૂકડે દર્પણમાં પડતા પ્રતિબિંબને અન્ય કૂકડો સમજી તેની સાથે યુદ્ધ કરવા લાગે. રોહકની આ બુદ્ધિ ઔત્પત્તિકી 43 છે.
(૨) વૈનધિ : આ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ વિનયથી ઉત્પન્ન થઈ હોય તે નક્કી છે. તે મોટે ભાર તરવા અને ત્રિવર્ગસૂત્રોને સાર ગ્રહણ કરવા સમર્થ હોય છે.24% જિનભદ્ર ત્રિવર્ગસૂત્ર શબ્દનાં બે અર્થઘટન આપે છે : (૧) ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરવાને ઉપાય બતાવતાં શા. (૨) અલેક, તિયશ્લોક અને ઊર્વલેકની પ્રરૂપણ કરનારા આગમ. હરિભદ્ર બન્ને અર્થનું સમર્થન કરે છે, ધવલાટીકાકાર દ્વાદશાંગના અધ્યયનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ એવું અર્થઘટન આપીને ઉપયુંક્ત દ્વિતીય અર્થનું સમર્થન કરે છે,
જ્યારે મલયગિરિ ઉપયુક્ત પ્રથમ અર્થનું સમર્થન કરે છે. 24 5 જિનભદ્ર વિનયના બે અર્થ આપે છે : (૧) ગુરુસેવા, (૨) અને ગુરુએ ઉપદેશેલું શાસ્ત્ર. મલયગિરિ પ્રથમ અર્થનું સમર્થન કરે છે, જ્યારે ધવલાટીકાકાર દ્રિતીય અર્થ ઉપરાંત પોપદેશ એ પણ અર્થ આપે છે. 246
ઉદાહરણ : એક વખત એક રાજાનું સૈન્ય જંગલમાં પાણી ન મળવાથી તરસે પીડાવા લાગ્યું. આથી એક વૃદ્ધ ઉપાય સૂચવ્યું કે, તમે ગધેડાં છૂટાં મૂકો, કારણ કે તેઓ જ્યાં સંઘશે ત્યાં પાણી હશે. છેવટે આ ઉપાયથી પાણી શોધાયું. વૃદ્ધની આ બુદ્ધિ વિનવિકી છે. આ સિવાય ગણિત ગણવું, અક્ષરો ઉકેલવા વગેરે વનયિકીનાં ઉદાહરણ છે. 2 47
(૩) કર્મ : આ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ ઉપયોગ વડે વિવક્ષિત કમને સાર જાણી લે અને કર્મને વારંવાર અભ્યાસ કે વિચાર કરવાથી પુષ્ટ બને તે જર્મશા છે 84 8 જિનભદ્ર ઉપયોગને બે અર્થ આપે છે? (૧) મનને આગ્રહ (અભિનિવેશ) અને (૨) ચિત્તની એકાગ્રતા. હરિભદ્ર અને મલયગિરિ પ્રથમ અર્થનું સમર્થન 49 કરે છે. આમ કમજાના મૂડમાં એકાગ્રતા, અભ્યાસ અને મનન છે, જ્યારે ધવલાટીકાકાર તેના મૂળમાં ગુરુના ઉપદેશને અભાવ, તપશ્ચર્યા અને ઔષધસેવન સૂચવે છે. 50 જિનભદ્ર કર્મ અને શિલ્પની ભેદરેખા સ્પષ્ટ કરતાં કહે છે કે, નિત્યવ્યાપાર કર્મ છે, જ્યારે કયારેક થતું કર્મ શિલ્પ છે મલયગિરિ ઉક્ત વિગતનું સમર્થન કરે છે, ઉપરાંત બીજી પણ સ્પષ્ટતા કરે છે કે, આચાર્યના ઉપદેશ વિના કરાતું કાર્ય કર્મ છે, જ્યારે આચાર્યના ઉપદેશથી કરાતું કર્મ શિ૯૫ છે. ૬ (ક) ધવલાટીકાકાર પણ પ્રસ્તુત બુદ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org