________________
માર્ગદર્શકના બે બોલ
પ્રાધ્યાપક ડૉ. હરનારાયણ પંડ્યાનો મહાનિબંધ “જૈન સંમત જ્ઞાનચર્ચા - નંદીસૂત્રની આચાર્ય મલયગિરિની ટીકાને આધારે' છપાઈ પ્રકાશિત થઈ રહ્યો છે જાણી આનંદ થાય છે.
ડૉ. પંડ્યાએ મારું માર્ગદર્શન સ્વીકારી આ નિબંધ લખ્યો છે એટલે એની પ્રશંસા હું કરું તેમાં ઔચિત્ય તો નથી. છતાં જે હકીકત છે તે અહીં રજૂ કરું છું. નિબંધની મર્યાદા તો હતી મલયગિરિની ટીકા. પણ તેમણે પ્રસ્તુત નિબંધમાં જૈન જ્ઞાનચર્ચાનો જે વિકાસ નંદીથી માંડી યશોવિજયજીના જ્ઞાનબિંદુ સુધી થયો છે તેને આવરી લેવા પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય અવશ્ય છે. આ માટે તેમણે તત્ત્વાર્થસૂત્ર અને તેની ટીકાઓ, અગત્યની નિયુકિત, વિશેષાવશ્યક ભાષ્ય આદિ અનેક ગ્રંથનો આશ્રય લઈને આ મહાનિબંધ લખ્યો છે. લેખનશૈલી સરળ અને પ્રવાહી છે. આ મહાનિબંધ આ વિધ્યની ચર્ચા કરનારા ગ્રંથોમાં અગ્રસ્થાન પામશે એવી મને શ્રદ્ધા છે. એટલું જ નહીં પણ ભારતીય દર્શનોની જ્ઞાનચર્ચા કરનાર ગ્રન્થોમાં પણ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે. કારણ કે તેમણે જૈન જ્ઞાનચર્ચાની અન્ય ભારતીય દર્શનોની જ્ઞાનચર્ચા સાથે તુલના પણ કરી છે.
તા. ૫-૨-૯૧
દલસુખ માલવણિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org