________________
કેવલજ્ઞાન
૨૭
આદિ ગૃહલિંગ છે. ઉક્ત ત્રણ ભેદે દ્રવ્યલિંગના સંદર્ભમાં છે. 12 અને એ ભેદના સિદ્ધોની સંખ્યા ઉત્તરોત્તર ઓછી છે.
(ચ) સંખ્યા - સંખ્યાની દષ્ટિએ બે ભેદ છે : (૧) કેવલી જે સમયે સિદ્ધત્વ પામે તે સમયબિંદુએ તે “એકલે” જ સિદ્ધત્વ પામ્યું હોય તે તેને એકસિદ્ધ કહે છે. (૨) પણ તેની સાથે જે બીજા કેવલીઓ પણ સિદ્ધત્વ પામ્યા હોય તો તેને અનેકસિદ્ધ કહે છે. એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ જીવે સિદ્ધત્વ પામે છે.
નંદિ પછીના કાળમાં કેટલાક આચાર્યો ઉપર્યુક્ત ૧૫ ભેદોને છ દૃષ્ટિબિંદુઓમાં અંતભૂત કરીને ૧૫ ને બદલે કુલ છ ભેદોને જ સ્વીકાર કરતા હતા પણ ચૂર્ણિકાર જિનદાસગણિએ કહ્યું કે પ્રત્યેક દષ્ટિબિંદુમાં અંતર્ભાવ પામતા બે પરસ્પર વિરુદ્ધ છે. જેમ કે તીર્થસિદ્ધ – અતીર્થસિદ્ધ. આથી ૧૫ ભેદેની સંખ્યા સર્વથા ઉચિત છે, 3 હરિભદ્રના કાળમાં કેટલાક આચાર્યો તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ એ ભેટોમાં જ બાકીના ભેદોને અંતર્ભાવ કરીને એ બે ભેને જ સ્વીકાર કરતા હતા. પણ હરિભદ્રે કહ્યું કે અંતર્ભાવ થઈ શકે, છતાં એ બે ભેદની મદદથી બાકીના ૧૩ ભેદને સમજાવી શકાય નહિ. વળી અજ્ઞાત માણસોની જાણ માટે ભેદોને ઉલ્લેખ કરવામાં આવે છે. આથી ઉક્ત ૧૫ ભેદની વિચારણા યોગ્ય છે. 74 | (૨) પરંપરસિદ્ધ : પર પરસિદ્ધના અપ્રથમસમયકિસમય, એ રીતે
અનન્તસમયસિદ્ધ એમ અનેક ભેદો પ્રાપ્ત થાય છે. આ ભેદ છવને સિદ્ધત્વની પ્રાપ્તિ કેટલા સમયથી થઈ છે તેનું સૂચન કરે છે. એથી એ ભેદ કાળના સંદર્ભમાં છે. અને તર અને પરંપર એ ભેદો પણ કાળની દષ્ટિએ છે. સિદ્ધત્વના પ્રથમ સમયમાં રહેલે જીવ અનંતરસિદ્ધ છે અને બીજા સમયથી શરૂ કરીને તે જીવ પરંપરસિદ્ધ છે.
તત્ત્વાર્થસૂત્રમાં અનંતર-પરંપર એવા ભેદ સિવાય સિદ્ધસામાન્યની વિચારણું કરવામાં આવી છે. જેમાં ઉક્ત છ દૃષ્ટિકોણ ઉપરાંત બીજા કેટલાંક વિશેષ દષ્ટિકોણથી વિચારણા થઈ છે. તસ્વાર્થમાં 5 ૧૨ દષ્ટિએ વિચારણું થઈ છે: ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અન્તર, સંખ્યા અને અલ્પબહુવ. સિદ્ધપ્રાભૂતમાં આ દૃષ્ટિકોણો ઉપરાંત * ઉત્કૃષ્ટ, અનુસમય એ બે, તેમજ લિંગના લિંગ અને વેદ એમ બે ભેદ પૃથફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org