SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૨૩૫ (૮) એકક્ષેત્ર-અનેક ક્ષેત્ર: પ્રસ્તુત પ્રકારની વિચારણું માત્ર ષખંડાગમ પરંપરામાં જોવા મળે છે એવી સ્પષ્ટતા પૂથઈ ગઈ છે. પખંડાગમમાં ક્ષેત્રને અથ શ્રીવત્સ, કલશ, શંખ, સ્વસ્તિક આદિ સંસ્થાન એવો કરવામાં આવ્યું છે. અલંકે એ અર્થનું સમર્થન કર્યું છે. 2 ૦૩ તેઓ સ્પષ્ટતા કરે છે કે જે અવધિના ઉપયોગમાં શ્રીવત્સ વગેરેમાંથી, એક ઉપકરણ હેતુભૂત હેય તે એક ક્ષેત્ર છે, જ્યારે અનેક ઉપકરણ હેતુભૂત હેય. તે અનેક ક્ષેત્ર છે. ધવલાટીકાકારે સ્પષ્ટતા કરી કે નારક, દેવ અને તીથ કરેનું અવધિ અનેક ક્ષેત્ર હોય છે, જ્યારે મનુષ્યતિયચેનું અવધિ એકક્ષેત્ર અને અનેક ક્ષેત્ર એમ બન્ને પ્રકારનું હોય છે. આ બાબતમાં ધવલાટીકાકારે ઉદધૃત કરેલી ગાથા થોડા પાઠભેદ સાથે આવશ્યક નિયુક્તિમાં મળે છે. ૦ 4 દેશદ્વારમાં ઉલ્લેખાયેલી ઉક્ત ગાથાગત દેશને અથ જિનભદ્ર અને માલધારી હેમચન્દ્રસૂરી બાહ્યાવધિ એ કરે છે, જ્યારે ધવલાટીકાકાર જીવશરીરને એકદેશ કરે છે.2 ° 5 અવધિના ઉપગમાં શ્રીવત્સ આદિ કારણભૂત હોવાથી તેને પરોક્ષ કેમ ન માનવું, એવા પ્રશ્નનું સમાધાન કરતાં અલંક કહે છે કે, ઈન્દ્રિયોને પર કહેવાની રૂઢિ છે તેથી ઉક્ત જ્ઞાનને પરોક્ષપણું પ્રાપ્ત થશે નહિ. સ્વમતના સમર્થનમાં અકલંક ફન્ડિયાળ વરદ (ભગવદગીતા ૩-૪૨) શ્લેક ઉદ્ધત કરે છે. અલબત્ત, ગીતાના ટીકા કારોએ પરને અર્થ સૂમ કે શ્રેષ્ઠ કર્યો છે. ૨૦ ૦ (૯) જેનેત૨ દર્શન સંમત જ્ઞાન : વૈદિક દર્શન અને બૌદ્ધદશન સંમત કેટલાંક જ્ઞાનની તુલના જેનસમત અવધિજ્ઞાન સાથે થઈ શકે તેમ છે. જેમ કે, (૧) યોગદશન સંમત અતીત–અનાગતજ્ઞાન ૦ 1 અને અવધિ બનેમાં ભૂતભવિષ્યકાલીન જ્ઞાનની વાત છે. (૨) ચગદર્શન સંમત સૂકમ-વ્યવહિત-વિપ્રકૃષ્ટ સિદ્ધિ ૦૪ અને અંવધિ બંનેમાં સૂમ, વ્યવહિત અને દૂરની વસ્તુને જાણવાની શકિત છે. (૩) ગદર્શન સંમત ભુવનજ્ઞાન અને અવધિ બંનેમાં અનેક લેકનું જ્ઞાન મેળવવાની શકિત છે. (૪)ગદર્શન સંમત ભવપ્રત્યય અને ઉપાય પ્રત્યય 21° અર્થની દષ્ટિએ જેનસંમત ભવપ્રત્યય-ગુણું પ્રત્યય અવધિ સાથે મળતાં આવે છે, કારણ કે બન્નેમાં ભવપ્રત્યયની પ્રાપ્તિમાં ભવ (જન્મ) કારણભૂત છે અને ઉપાયપ્રત્યયન પ્રાપ્તિ માટે પ્રયાસ આવશ્યક2 11 છે. બન્નેમાં ભવપ્રત્યયને સ્વામી દેવ છે અને ઉપાય પ્રત્યય (ગુરુપ્રત્યય)ને સ્વામી મનુષ્ય (યેગી) છે. આમ છતાં યોગદશન સંમત ઉક્ત ભેદ જેનસ મત અવધિ કરતાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન જણાય છે, કારણ કે ગદર્શન સેમત ઉકત ભેદે અસંપ્રજ્ઞાત યુગના છે, જે વેગને જૈનસંમત કેવલજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy