________________
અવધિજ્ઞાન
૨૩૩ વધિમાં વૃદ્ધિ થાય છે, તેથી તે વધમાન છે સવધિમાં વૃદ્ધિ થતી નથી, તેથી તે વર્ધમાન નથી. પરમાવધિમાં હાનિ થતી નથી, પરંતુ વૃદ્ધિ થાય છે, તેથી વૃદ્ધિના સંદર્ભમાં તે અનવસ્થિત છે, જયારે સર્વાવધિમાં વધઘટની શક્યતા નથી, તેથી તે અનવસ્થિત નથી. તે બનેમાં હાનિ થતી નથી તેથી તેઓ હીયમાન નથી અને બંનેના નાશની શક્યતા નથી તેથી તેઓ પ્રતિપાદિત નથી. (૭) અવસ્થિત-અનવસ્થિત :
ક્ષેત્રાદિ, લબ્ધિ અને ઉપયોગની દષ્ટિએ અવધિજ્ઞાન જઘન્યતઃ અને ઉત્કૃષ્ટતઃ કેટલે કાળ ટકે છે, એ સંદર્ભ માં આવશ્યક નિયુક્તિમાં અવસ્થિતની વિચારણા થઈ છે, જ્યારે પખંડગમ અને તત્વાર્થમાં અનવસ્થિતની સાથે અવસ્થિતનો ઉલ્લેખ થયું છે. 8 8 આથી એમ માનવું પડે કે અવસ્થિત – અનવસ્થિતની વિચારણા બે તબકકે વિકાસ પામી છે : (૧) નિયુકિત સુધીના કાળમાં અવસ્થિતની વિચારણું અવધિજ્ઞાન કેટલે સમય ટકે છે, તે સંદર્ભમાં થતી હતી. વળી, તે વિચારણા અનવસ્થિતથી નિરપેક્ષ હતી. આથી એમ માનવું પડે કે એ કાળમાં અનવસ્થિત ભેદ વિચારણામાં આવ્યા ન હતા. જિનભદ્રને અનવસ્થિત ભેદની જાણ છે, પરંતુ તેઓ તેને ચલદ્વારમાં જ ઉલ્લે બે છે, અવસ્થિત દ્વારમાં નહિ. 8 'આથી એમ કહી શકાય કે જિનભદ્ર પણ નિયુક્તિકારના ઉપયુંકત મતનું જ સમથૅન કર્યું છે. (૨) પખંડાગમના કાળમાં અનવસ્થિત ભેદ અસ્તિત્વમાં આબે, પરંતુ ત્યાં અવસ્થિત-અનવસ્થિતની પરિભાષા મળતી નથી એ પરિ. ભાષા સવપ્રથમ તસ્વાર્થમાં પ્રાપ્ત થાય છે. ત્યાં તે બને ભેદને “અવધિ એક સરખું રહે છે કે નહિ', એ સંદર્ભમાં સમજાવ્યા છે. આમ નિયુક્તિ અને ષ ખંડાગમ-તત્ત્વાથ માં અવસ્થિતનું સ્વરૂપ ભિન્ન છે.
(૧નિર્યક્તિગત વિચારણા :- આધાર, ઉપયોગ અને લબ્ધિની દષ્ટિએ અવધિજ્ઞાન કેટલે કાળ ટકે છે, તેની વિચારણા અહી કરવામાં આવી છે:
આધારની દષ્ટિએ અવધિજ્ઞાન એક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતઃ તેત્રીસ સાગરોપમ કાળ ટકે છે. ૧. ઉક્ત કાળમર્યાદાનું કારણ એ હોઈ શકે કે વિજયાદિ વિમાનવાસી અનુત્તર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ૧૮૧ છે. જિનભદ્ર સપષ્ટતા કરે છે કે, ક્ષેત્રની સાથે દેવશયનીય દ્રવ્યોમાં પણ અવધિની સ્થિતિ તેત્રીસ સાગરોપમ જાણવી. ૧૯2
ઉપગની દષ્ટિએ જોતાં અવધિના ઉપયોગને ઉત્કૃષ્ટ કાળ દ્રવ્યમાં અંતમુહૂર્ત છે અને પર્યાયમાં સાત કે આઠ સમય છે.1૯૩ જિનભદ્ર નિયુક્તિકારને અનુસરે છે. ઉપરાંત તેઓ પર્યાય અંગે અન્ય મત નૈધતાં કહે છે કે, કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org