________________
શ્રુતજ્ઞાન
૧૬૯
તેમજ ભાવત્રુતના કાયરૂપ અને કારણરૂપ હોવાથી દ્રવ્યશ્રુત છે. પરંતુ આ વ્યવસ્થા અનુસાર કર આદિ ચેષ્ટા પણ વ્યયુત કહેવાશે. જિનભદ્ર તેનું સમાધાન એ રીતે આપે છે : (૧) ૩ વાત આદિને જ અક્ષર શ્રુત કહેવાની રૂઢિ છે, અન્ય વ્યાપારને (કરાદિચેષ્ટા) નહિ. (૨) જે સંભળાય છે તે શ્રત છે. કરાદિ ચેષ્ટા સંભળાતી નથી, તેથી તે શ્રત નથી. હરિભદ્ર, મલયગિરિ અને યશવિજયજીએ ઉક્ત વ્યવસ્થાનું સમર્થન કર્યું છે. 8 8 અલબત્ત, મલયગિરિએ પ્રથમ દલીલ ઉલ્લેખી નથી. જો કે જેનાચાર્યોએ પરંપરાપ્રાપ્ત વિચારની સંગતિ બેસાડવા ઉપયુંકત રજૂઆત કરી છે. પરંતુ વાસ્તુતસ્તુ કરાદિ ચેષ્ટાને પણ દ્રવ્યદ્ભુત માનવું જોઈએ, કારણ કે તે પણ નિઃરાસિતની જેમ મને ગત અભિપ્રાયને વ્યક્ત કરતું અક્ષરાત્મક જ્ઞાન છે. જેમ મનમાં વંચાતા ( અર્થાત નહીં સંભળાંતા), લખાણને જેનપરંપરા દ્રવ્યહ્યુત માને છે, તેમ નહિ સંભળાતી કરાદિ ચેષ્ટા (અભિનય)ને પણુ દ્રશ્રુત માનવી જોઈએ. વળી મલયધારી હેમચન્દ્રસૂરિ 89 ચેષ્ટાને મતિહેતુ ઉપરાંત શ્રતહેતુ પણ ગણે છે.
અનુસ્વાર આદિ અર્થગમક હોવાથી શ્રુત છે. હરિભદ્ર અનુસ્વાર જેવા ઉચ્ચારણને, જ્યારે મલયગિરિ અનુસ્વાર સહિતના ઉચ્ચારણને અનુસ્વાર તરીકે ઓળખાવે છે. ક) આ પરિસ્થિતિમાં નિયુક્તિગત મૃત આદિ ઉદાહરણેના આધારે એવું અનુમાન કરી શકાય કે, ચાલુ વાર્તામાં શ્રેતા હુંકારે ધરે છે, તેના જેવાં અનુસ્વાર અવર્ણભક ઉચ્ચારણે અહીં અભિપ્રેત હશે.
મતિજ્ઞાન પણ અક્ષર-અનક્ષર ઉભયરૂપ છે,91 કારણ કે અવગ્રહ અનક્ષર છે, જ્યારે ઈહાદિ સાક્ષર છે. શ્રુત જે અર્થમાં (અર્થાત વર્ણજન્ય-અવર્ણજન્યત્વની બાબતમાં) ઉભયાત્મક છે, એ અર્થમાં મતિ ઉભયાત્મિકા નથી, પરંતુ શ્રુત જે અર્થમાં (અક્ષરલાભ અર્થમાં) માત્ર સાક્ષર છે, તે અર્થમાં મતિ ઉભયાત્મિક છે. ઈહામાં શબદલ્લેખ થાય છે છતાં તે મૃતથી કેવી રીતે ભિન્ન છે, તેની યશોવિજયજીએ કરેલી સ્પષ્ટતા લધ્યક્ષરના ભેદનિરૂપણ વખતે નોંધવામાં આવી છે.
૩છુવતિ આદિ ધવ્યથુત કારણ અને કાર્ય બને છે, એવા હરિભદ્ર કરેલા વિધાનની સ્પષ્ટતા મલયગિરિ કરે છે, જેમ કે, કેઈક અર્થની અભિવ્યક્તિ માટે ખવાતી ખાંસી વગેરે પ્રયોજક પુરુષના ભાવથુતનું ફળ (કાય છે. અને શ્રોતાના ભાવકૃતનું કારણ છે. આમ કોઈક મને ગત ભાવની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલ કૃત્રિમ ખાંસી વગેરે જ અનક્ષર શ્રત છે, કુદરતી ખાંસી વગેરે નહિ.
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org