SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૧૧૯ સમયે જ વિષયની ઉપલબ્ધિ થતી હોવાથી ચક્ષની જેમ તેને સીધા જ અર્થવગ્રહ થાય છે, વ્યંજનાવગ્રહ નહિ. શ્રોત આદિ ઈન્દ્રિોના વ્યાપારમાં પણ વ્યંજનાવગ્રહ થયા પછી મનને સહયોગ શરૂ થાય છે જે ઇન્દ્રિયના વ્યાપારમાં મનને વ્યંજનાવગ્રહ સ્વીકારવામાં આવે તે ઈન્દ્રિય-અનિયિની કલ્પના વ્યર્થ પડે અને મતિભેદોની સ્વીકૃત સંખ્યામાં વ્યાધાત આવે. (૫) વિદ્યાનંદ કહે છે કે મન અતીતના અને અતિદૂરના અર્થનું ગ્રહણ કરી શકે છે. આમ સમગ્ર રીતે જોતાં મને અપ્રાયકારી છે. (ખ) ચક્ષુની અપ્રાકારિતા : ન્યાય આદિ વૈદિક દર્શનના મત અનુસાર ચક્ષુ પ્રાયકારી છે, કારણ કે (૧) તેને અનુગ્રહ અને ઉપધાત થાય છે; (૨) તે બાહયેન્દ્રિય છે; (૩) તે તેજસ હોવાથી કિણોવાળું છે. (૪) ચક્ષુમાંથી કિરણે નીકળીને અર્થને પ્રાપ્ત કરે છે, તેથી તે ગતિવાળું છે; (પ) તે જગતના તમામ અર્થોને તેમજ અતિદૂરના અને વ્યવધાનવાળા અર્થોને જોઈ શકતું નથી; (૬) તે કારક 22 અને (૭) ભૌતિક છે. જેનાચાર્યોએ આ પૂવપક્ષનું ખંડન આગમ અને યુક્તિ દ્વારા કરીને મતનું સમર્થન કર્યું છે : (૧) આગમ પ્રમાણુ - રૂ૫ અસ્કૃષ્ટ અવસ્થામાં જોવાય છે. પૂજ્યપાદ અને અકલંકે આગમપ્રમાણ તરીકે ઉધૃત કરેલી એ ગાથા આવશ્યક નિયુક્તિગત ગાથા સાથે અર્થતઃ સામ્ય ધરાવે છે. માત્ર કેટલાક શબ્દોના ક્રમમાં ફેર છે.5 2 3 - (૨) યુકિત - ચક્ષુ અપ્રાપ્યકારી છે. કારણ કે : (ક) અનુગ્રહ-ઉષઘાત – જલ, અગ્નિ અને શૂળને જોવાથી તેને અનુગ્રહ કે ઉઘાત થતું નથી (જિનભદ્ર , સૂર્ય અને ચન્દ્રનાં કિરણોથી પ્રાપ્ત થત અતુમાં પશેન્દ્રિય સંબંધી છે.824 (મગિરિ). (ખ) બાહયેન્દ્રિયવ :- બાહેન્દ્રિય નથી, કારણ કે (૧) બાહેન્દ્રિયના સંભવિત પાચ અર્થો ચસુને લાગુ પડતા નથી, જેમકે, (અ) બહારના અર્થગ્રહણનું આભિમુખ્ય; (આ) બહારના પ્રદેશમાં રહેવું; (ઈ) બહારના કારણ માંથી જમવું ; (ઉ) ઇન્દ્રિયના સ્વરૂપથી અતીત અને (એ) મનથી અલગ હોવું (પ્રભાયક. 52 5 ) (૨) આ બાબતમાં ભાયિનું મહત્ત્વ છે; દ્રવ્યેન્દ્રિયનું નહિ. કa 6 (૩) જો બહાર દેખાતા ગેલકને ચક્ષુ કહેવામાં આવે તે તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy