SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સાજન ૧૭ (૮) ઇન્દ્રિયની પ્રાપ્યઅષાયકારિતા : સાંખ્ય, ન્યાય અને જૈનદર્શન અનુસાર ઈન્દ્રનો અર્થ આત્મા છે અને તેના લિંગરૂપ હોવું તે ઈન્દ્રિય છે. તે આત્માને અર્થેપલબ્ધિ કરાવતું શરીરગત સાધન છે, સ્વયં જ્ઞાતા નથી. 0 8 સાંખ્ય દર્શન ઈન્દ્રિયને અહંકારજન્ય માને છે, જ્યારે જેનદન એ મતનું ખંડન કરીને તેનું પૌલિકત્વ સિદ્ધ કરે છે. 509 નૈયાયિકે ઇન્દ્રિયજન્ય જ્ઞાનની પ્રાપ્તિમાં ઈન્દ્રિય અને અર્થના સન્નિકને અનિવાર્ય ગણે છે, તેથી તેઓ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને પ્રાયકારી માને છે. 10 એટલું જ નહિ, ગંગેશ આદિ નિયયિકે અતીન્દ્રિય જ્ઞાનમાં પણ સન્નિકર્ષ (ગજ સન્નિકને સ્વીકાર કરે છે. 5 11 જ્યારે જેનદર્શન અતીન્દ્રિય જ્ઞાનમાં પ્રાયકારિત્વ સ્વીકારતું નથી અને ઈન્દ્રિયપ્રત્યક્ષમાં પણ ચક્ષુ સિવાયની ચાર જ્ઞાનેન્દ્રિયોને જ પ્રાપ્યકારી માને છે. પ્રાય–અપ્રાકારિત્વની બાબતમાં મનના અપ્રાપ્યકારિત્વ અને ત્વચાઘાણસનાના પ્રાયકારિત્વ અંગે વૈદિક12 જેન 18 અને બૌદ્ધ 14 દશનમાં કશી વિમતિ નથી, પરંતુ ચક્ષુ અને શ્રોત્રની બાબતમાં વિવાદ પ્રવર્તે છે જેમકે જૈન અને બૌદ્ધ દર્શન ચક્ષને અપ્રાકારી માને છે, જ્યારે વૈદિક દર્શન તેને પ્રાપ્યકારી માને છે. સાંખ્ય, ન્યાય, વૈશેષિક દર્શન અને જૈનદર્શન શ્રોત્રને પ્રાપ્યકારી માને છે, જ્યારે બીદ્ધ51 5 અને મીમાંસા 16 દર્શન તેને અપ્રાપ્યકારી માને છે. શબ્દના સ્વરૂપની બાબતમાં જેન અને વૈદિક દર્શન એકમત નથી. જેમકે જૈનદર્શન તેને પૌલિક માને છે,917 જ્યારે ન્યાય-વૈશેષિક તેને આકાશને ગુણ માને છે 518 (ક) મનની અપ્રાયકારિતા : ઉપર જોયું તેમ મનની અપ્રાપ્યકારિતા અંગે જૈન અને જૈનેતરદશન એકમત છે, સંભવ છે કે આ કારણસર અકલંક અને વિદ્યાનંદ આદિ આચાર્યોએ એ અંગે ખાસ ચર્ચા કરી નથી. અકલંકે મનની અપ્રાયકારિતાના બદલે તેનું અનિષ્ક્રિયત્વ સિદ્ધ કર્યું છે. વિદ્યાનંદે એક જ દલીલ કરીને મનની અપ્રાયકા રિતા સિદ્ધ કરી છે, જ્યારે જિનભ તે અંગે વિસ્તારથી રજૂઆત કરી છે. એટલું જ નહિ, મનને વ્યાજનાવગ્રહ સ્વીકારનારા આચાર્યોને પણ ઉત્તર આપ્યો છે. મલયગિરિએ જિનભદ્રની એક જ દલીલને ઉલ્લેખ કર્યો છે, જ્યારે યશોવિજયજીએ જિનભદ્રની લગભગ બધી જ દલીલને સંક્ષેપથી રજૂ કરી છે. 519 જિનભદ્રની દલીલે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (1) મનરેય વિષય સાથે જોડાતું નથી, કારણ કે તેને વિષયયુકત અનુગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy