________________
પરમ પૂજય પંન્યાસ પ્રવર શ્રી હેમરત્ન વિજય ગણી | ધર્મના તત્વોને અભિનવ શૈલીથી જોશીલી જબાનથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરવાની જેમની કલા સભાને મંત્ર મુગ્ધ બનાવી દે છે, સ્કૂલ અને કૉલેજથી માંડીને સેન્ટ્રલ જેલ સુધી પહોંચીને પ્રવચનો દ્વારા જેમણે હજારો યુવાનોના જીવનમાં ટનીંગ પોઈન્ટ ઓફ ધ લાઈફનો મંગલ ઘંટનાદ કર્યો છે. દશથી પંદર હજરની માનવ મેદની જેઓશ્રીના પ્રવચનોમાં ઉભરાય છે. રવિવારે ડ્રગના વ્યસની બનેલા યુવાનો માટે વ્યસન મુક્તિ કેમ્પો, વિવિધ અનુષ્ઠાનો, યુવા શિબિરો, શિશુ સંસ્કાર શિબિરો, સમૂહ અષ્ટ પ્રકારી પૂજ, સમૂહ આરતિ જેવા અનેક આયોજનમાં પૂજયશ્રી હજારો નર-નારીઓને એકાકાર બનાવી શકે છે.
પ્રવચન શક્તિની સાથોસાથ પૂજય પંન્યાસપ્રવર શ્રીની લેખન કલા પણ અજબ ગજબની છે. “ચાલો જિનાલયે જઈએ”, “ ઘેર ઘેર પ્રોબ્લેમ”, “યુવા હૃદયના ઑપરેશન”, “યૌવન વીંઝે પાંખ”, ઝેર પીધાતાં જાણી જાણી” જેવી બુકોની પાંચ-પાંચ અને સાત-સાત આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. જે આજે ઘર ઘરમાં રામાયણની જેમ વંચાઈ રહી છે. નોવેલ પ્રેમી યુવાનો આ બુકોનું એક પાનું વાંચ્યા પછી બુકને નીચે મૂકવાનું નામ લેતા નથી. આવા જ્ઞાન-ધ્યાન અને ચારિત્ર સંપન્ન શાસન પ્રભાવક પરમ પૂજય પંન્યાસ પ્રવર શ્રી હેમરત્ન વિ. ગણી ના વરદ હસ્તે લખાયેલ પ્રસ્તુત પુસ્તક પણ આપના જીવનમાં નવો રાહ ચીંધશે. જન્મ : વિ.સં. ૨૦૦૭ ચૈત્ર સુ. ૧૦ ભાલક (તા. વિસનગર), દીક્ષા વિ.સં. ૨૦૨૩ જેઠ સુ. ૫ બોરસદ (તા. આણંદ). ગણિપદ : વિ.સં. ૨૦૪૫ આ.વ. ૮ સુરત (નાનપુરા, સુરત.). પંન્યાસપદ : વિ.સં. ૨૦૪૮ વૈ.સુ. ૫ નાસિક (
વિલ્હોળી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org